Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

રાજકોટ શહેર - જિલ્લાના મામલતદારો ચૂંટણીપંચના EVM વેર હાઉસ ખાતે દોડી ગયા : EVM - વીવીપેટનો કબ્‍જો લીધો

કુલ ૩૩૩૧ સીયુ તથા ૩૬૭૭ વીવીપેટ ફાળવાયા : દરેક R.O. દ્વારા રિસીવીંગ સેન્‍ટર પર સીલ કરાયા

રાજકોટ તા. ૭ : રાજકોટ શહેર - જિલ્લાની વિધાનસભાની ૮ બેઠકોની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઇવીએમ અને વીવીપેટની આજે દરેક R.O.ને ફાળવણી કરી દેવાની ચૂંટણી પંચની સૂચના બાદ આજે દરેક બ્રાંચના ARO - મામલતદરો માધાપર ચોકડી ખાતે આવેલા ઇવીએમના કિલ્લા જેવા વેરહાઉસ ખાતે દોડી ગયા હતા અને ત્‍યાં વેરહાઉસના ઇન્‍ચાર્જ અને તાલુકા મામલતદાર શ્રી કરમટા દ્વારા દરેકને ઇવીએમ - વીવીપેટ ફાળવી દેવાતા તેનો કબજો લઇ, જે ને R.O.ની સૂચના બાદ રીસીવીંગ - ડીસ્‍પેચીંગ સેન્‍ટરો ઉપર સ્‍ટ્રોંગરૂમમાં સીલ કરી દેવાયા છે, ૮ બેઠક માટે કુલ ૩૩૩૧ સીયુ, ૩૩૩૧-બીયુ અને ૩૬૭૭ વીવીપેટની ફાળવણી થઇ છે, સીયુમાં ૧૫ ખરાબ નીકળતા હાલ ૩૩૧૬ ફાળવાયા છે, બાકીના હવે દેવાશે. બેઠક વાઇઝ જોઇએ તો ૬૮-રાજકોટમાં ૩૯૭ સીયુ, ૩૯૭-બીયુ, ૪૪૧ વીવીપેટ, ૬૯-રાજકોટમાં ૪૫૫ -૪૫૫ અને ૫૦૩, ૭૦-રાજકોટ માટે ૩૩૭-૩૩૭-૩૭૩, ૭૧-રાજકોટ માટે ૫૬૧ - ૫૬૧ તથા ૬૨૦, જસદણ માટે ૩૮૫-૩૮૫ અને ૪૨૫, ગોંડલ બેઠક માટે ૩૪૯-૩૪૯ અને ૩૮૪, જેતપુર માટે ૪૪૪-૪૪૪ અને ૪૮૮ તથા ધોરાજી બેઠક માટે ૪૦૩ સીયુ, ૪૦૩-બીયુ અને ૪૪૩ - વીવીપેટ ફાળવી દેવાતા જે કબજો લેવાયો તે નજરે પડે છે તેમજ ૫૧૭ બેલેટ યુનિટ હાલ રીઝર્વ રખાયા છે.

(3:27 pm IST)