Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

જીવંતિકાનગરમાં દિલીપભાઇ મુલિયાણાને પુત્રએ દારૂ પીવાની ના પાડતાં એસિડ પી જીવ દીધો

રાજકોટ તા. ૭: ગાંધીગ્રામના જીવંતિકાનગરમાં રહેતાં ભીલ વૃધ્ધને દારૂ પીવાની ના પાડવામાં આવતાં એસિડ પી આપઘાત કરી લીધો હતો.

જીવંતિકાનગરમાં રહેતાં દિલીપભાઇ ગોવિંદભાઇ મુલીયાણા (ઉ.વ.૬૮) નામના વૃધ્ધે રવિવારે સવારે ઘરે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર દરમિયાન સાંજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામના હેડકોન્સ. મિહીરસિંહ બારડે જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ દિલીપભાઇ અગાઉ સ્કૂલમાં કલાર્ક હતાં. સંતાનમાં એક પુત્ર છે. વૃધ્ધને દારૂ પીવાની ટેવ પડી ગઇ હોઇ પુત્રએ પીવાની ના પાડી સમજાવતાં માઠુ લાગી જતાં તેમણે એસિડ પી લીધું હતું.

(3:26 pm IST)