Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

દારૂ-મારામારીમાં સામેલ મુસો, ડેનિસ, ઇમ્તુડો, અને શકીલને પાસા તળે જેલમાં ધકેલી દેવાયા

ચૂંટણી અંતર્ગત છાપેલા કાટલા-ગુનેગારોને જેલભેગા કરવા પોલીસ કમિશનરની કાર્યવાહી : ભકિતનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને ટીમે ૩ વોરન્ટની તથા પ્ર.નગર પીઆઇ આર. ટી. વ્યાસ અને ટીમે ૧ વોરન્ટની બજવણી કરીઃ પીસીબી પીઆઇ જે. આર. દેસાઇની ટીમ પણ કામગીરીમાં સામેલ

રાજકોટ તા. ૭: ચૂંટણી શાંતિથી યોજાય અને અનઇચ્છનીય બનાવ ન બને તે માટે છાપેલા કાટલાઓ અને ગુનાખોરીની ટેવ ધરાવનારાઓ સામે પોલીસે પગલા લેવાની શરૂઆત કરી છે. જેમાં કેટલાકને પાસા હેઠળ ધકેલી દેવાની કાર્યવાહી પણ શરૂ થઇ ચુકી છે. તે અંતર્ગત દારૂ અને મારામારીના ગુનાઓમાં સામેલ ચાર શખ્સોને પાસા તળે અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ ચાર વોરન્ટ ઇશ્યુ કરતાં ભકિતનગર પોલીસે ત્રણ અને પ્ર.નગર પોલીસે એક વોરન્ટની બજવણી કરી છે.

ભકિતનગર પોલીસ મથકના દારૂના ગુનામાં સામેલ બે શખ્સો મુસ્તાક ઉર્ફ મુસો બાઉદ્દીન પીપરવાડીયા (ઉ.૩૬-રહે. મોરારીનગર-૫, બાબરીયા કોલોની પાસે) તથા ડેનીશ અશ્વિનભાઇ પરમાર (ઉ.૨૨-રહે. હુડકો કવાર્ટર ડી-૧૬૨, કોઠારીયા રોડ) તેમજ મારામારીના ગુનાઓમાં સામેલ બે શખ્સો ઇમ્યિતાઝ ઉર્ફ ઇમ્તુડો ભીખુભાઇ ઉર્ફ મહેબૂબભાઇ પઠાણ (ઉ.૨૪-રહે. જંગલેશ્વર-૩૧, આરકે પાનવાળી શેરી આઝાદ ચોક)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશનરશ્રીએ મંજુર કરતાં મુસ્તાક અને ડેનીસને સુરત જેલમાં તથા ઇમ્તિયાઝને અમદાવાદ જેલમાં ધકેલાયો છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા,  ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી.વી. જાદવના માર્ગદર્શન હેઠળ ભકિતનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીસીબી પીઆઇ જે. આર. દેસાઇ,  પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. હિરેનભાઇ પરમાર, કોન્સ. કલ્પેશભાઇ ચાવડા, વિશાલભાઇ દવે, પુષ્પરાજસિંહ ગોહિલ, હોમગાર્ડ હાર્દિકભાઇ પીપળીયા અને દિપભાઇ ટાંક તથા પીસીબીના રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા અને રાહુલગીરી ગોસ્વામીએ આ કામગીરી કરી હતી. જ્યારે પ્ર.નગર પોલીસના મારામારીના ગુનામાં સામેલ શકીલ દાઉદભાઇ રાઉમા (ઉ.૧૯-રહે. ભગવતીપરા-૭, તાજીયાના ડેલા પાસે)ને પણ પાસામાં ધકેલવાનો આદેશ થતાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી ભાર્ગવ પંડ્યાની રાહબરીમાં પીઆઇ આર. ટી. વ્યાસ, પીએસઆઇ એ. એ. ખોખર, એએસઆઇ સંજયભાઇ દવે, હેડકોન્સ. જનકભાઇ કુગશીયા, કલ્પેશસિંહ ગોહિલ, કલ્પેશભાઇ ચાવડા, કરણભાઇ મારૂ, કોન્સ. હરેશ કુકડીયા, યુવરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ પરમાર, મહાવીરસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા, અશોકભાઇ હુંબલ, પીસીબીના જે. આર. દેસાઇ, રાજુભાઇ દહેકવાડ, ઇન્દ્રવિજયસિંહ સિસોદીયા સહિતે વોરન્ટ બજવણી કરી તેને વડોદરા જેલમાં ધકેલી દીધો છે. આ શખ્સ વિરૂધ્ધ પ્ર.નગરમાં હત્યાની કોશિષ, બી-ડિવીઝનમાં મારામારીના બે ગુના અગાઉ નોંધાયા હતાં.

(3:21 pm IST)