Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

કેજરીવાલનો રાજકોટમાં બીજે દિ' રોડ શોઃ બપોર બાદ ધ્રોલ-જેતપુરમાં

આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્‍હીના મુખ્‍યમંત્રીને આવકારતા લોકો

રાજકોટ, તા. ૭ :  દિલ્‍હીના મુખ્‍યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સૌરાષ્‍ટ્રના પ્રવાસે છે.

ગઇકાલે રાજકોટમાં રોડ-શો પૂર્ણ કર્યા બાદ આજે બપોરે ૧ર વાગ્‍યા આસપાસ રાજકોટના ગુરૂકૃપા શોપિંગ સેન્‍ટર, સરદાર મેઇન રોડ રાજકોટ રૂરલ, ચંદ્રેશનગર મેઇન રોડ, પાસે આજે રોડ શો યોજાયો છે.

ત્‍યારબાદ બપોરે ૩ વાગ્‍યે ધ્રોલમાં મહારાણા પ્રતાપ ચોક, ત્રિકોણ ચોકડી ખાતે રોડ શો યોજયો છે.

જયારે સાંજે પઃ૩૦ વાગ્‍યે જેતપુર, એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ ખાતે અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજયો છે.

આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલને ઠેર-ઠેર આવકાર મળી રહ્યો છે.

(1:28 pm IST)