Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

રાજકોટ શહેર - જિલ્લાના ચારેય ખર્ચ નિરીક્ષકોના મોબાઇલ નંબર જાહેર

રાજકોટ તા. ૭ : રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકો માટે કેન્‍દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચાર ખર્ચ-નિરિક્ષકોની નિયુક્‍તિ કરવામાં આવી છે. આ ચાર ખર્ચ-નિરિક્ષક અધિકારીશ્રીઓએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુની ઉપસ્‍થિતિમાં, જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.

૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક તેમજ ૭૧-રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભા બેઠક (અનુસૂચિત જાતિ) માટે શ્રી જનાર્દન એસ. (મો.૭૪૩૩૦ ૦૦૧૬૮) જયારે ૬૯-રાજકોટ પશ્ચિમ બેઠક તથા ૭૨-જસદણ બેઠક માટે બાલાક્રિષ્‍ના એસ. (મો.૭૩૩૩૦ ૦૦૧૬૯) નિયુક્‍ત થયા છે. ૭૦-રાજકોટ દક્ષિણ બેઠક તથા ૭૩-ગોંડલ બેઠક માટે શ્રી શૈલેન સમદર (મો.૭૪૩૬૦ ૦૦૧૭૦) જયારે ૭૪-જેતપુર વિધાનસભા બેઠક તથા ૭૫-ધોરાજી બેઠક માટે શ્રી અમિતકુમાર સોની (મો.૭૩૩૩૦ ૦૦૧૭૪) નિયુક્‍ત થયા છે.

આ તકે ખર્ચ નિરિક્ષકશ્રી જનાર્દન એસ.એ આઠેય વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસરો અને આસિસ્‍ટન્‍ટ એક્‍સપેન્‍ડિચર ઓફિસર પાસેથી તેમના દ્વારા અત્‍યાર સુધી કરવામાં આવેલી કામગીરી-તૈયારી અંગેની માહિતી મેળવી હતી.

(11:38 am IST)