Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ગોંડલના ઘોઘાવદરમાં જીગ્નેશગીરીઉપર બે પિતરાઇનો લાકડીથી હુમલો

મંદિરની લાઇટો બંધ કરવા અને પાણીની મોટર બાબતે

રાજકોટ તા. ૭: ગોંડલના ઘોઘાવદરમાં નજીવી બાબતે બાવાજી યુવાન ઉપર તેના બે પિતરાઇ ભાઇઓએ લાકડીથી હુમલો કર્યો હતો.

પ્રાપ્‍ય વિગતો મુજબ ઘોઘાવદર ગામે ઘોઘેશ્‍વર મહાદેવના મંદિરે લાઇટો બંધ કરવા તથા પાણીની મોટર ચાલુ કરવા બાબતે ઝઘડો થતા જીગ્નેશગીરી ગીરીશગીરી ગોસ્‍વામી ઉપર તેના કાકાના દિકરા અજયગીરી અનીલગીરી તથા રવીગીરી અનીલગીરી ગોસ્‍વામીએ લાકડીથી હુમલો કરી ઇજા કરી હતી. આ અંગે જીગ્નેશગીરીએ ઉકત બન્‍ને સામે ફરીયાદ નોંધાવતા ગોંડલ તાલુકાનાં હેડ કો. એ.સી. ધરજીયાએ તપાસ હાથ ધરી છે.

(1:39 pm IST)