Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

જુનું ઍટલુ સોનુ:ચળકતા નેતા કમલેશ જાશીપુરાનો જન્મદિન

રાજકોટ : વરિષ્‍ઠ શિક્ષણવિદ્‌, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં બે ટર્મ સુધી કુલપતિપદે રહેલા તેમજ ઇન્‍ડીયન ઇસ્‍ટીટયુટ ઓફ ટીચર એજ્‍યુકેશનનાં સ્‍થાપક કુલપતિ, બંધારણનાં અભ્‍યાસુ તેમજ વર્તમાનમાં ભારત સરકાર સાંસ્‍કૃતિક મંત્રાલય અંતર્ગત પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા નિયુકત પ્રો.કમલેશ જોશપુરાનો આજે જન્‍મદિન (૭ નવેમ્‍બર) છે. વર્તમાનમાં દિલ્‍હી તેમજ પુના ખાતે આવેલ ભારત સરકાર પુરસ્‍કૃત સંશોધન સંસ્‍થાઓમાં ડાયરેકટર એમેરેટસ તેમજ ચેરપર્સન તરીકે સેવા આપી રહેલ છે. આજે ૬૪માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

રાજકોટ મહાનગર ભાજપાનાં ૭ વર્ષ સુધી અધ્‍યક્ષપદે રહેનાર પ્રો.કમલેશ જોશીપુરા વર્તમાનમાં ગુજરાત પ્રદેશ ભાજપા નિધિનિર્ધારણ સેલનાં સંયોજક પણ છે. આ ઉપરાંત વર્તમાનમાં ગુજરાત સરકારના ફી રેગ્‍યુલેટરી કમીટી (ટેકનીકલ) તેમજ ગૃહમંત્રાલય અંતર્ગત સ્‍ટેટ સીકયુરીટી કમિશનનાં સભ્‍ય, તેમજ કેન્‍દ્રીય શિક્ષણમંત્રાલય યુ.જી.સી. ‘ઇન્‍ફલીબનેટ'નાં કાઉન્‍સીલ બોર્ડ મેમ્‍બર છે. દેશની સુવિખ્‍યાત બનારસ હિન્‍દુ યુનિવર્સિટીના એકેડેમીક કાઉન્‍સીલમાં વિશેષ નિમંત્રિત સભ્‍ય તેમજ યુ.જી.સી. ચેરમેન તથા વાઇસ ચેરમેન બન્‍નેની સર્ચ કમીટીમાં રહેવાનું દુર્લભ પણ પ્રાપ્‍ત થયું છે.

ભારતીય બંધારણનાં પ્રવર્તમાન પ્રવાહો, ચુંટણીપંચની કામગીરીની સમિક્ષા, અસંગઠીત શ્રમિક ક્ષેત્ર સહિતનાં વિવિધ આયામો ઉપર સંશોધન આધારિત પુસ્‍તકોનાં લેખક પણ તેઓ છે અને તેમનાં માર્ગદર્શનમાં ૨૦ જેટલા સંશોધકોએ પી.એચ.ડી. પદવી પ્રાપ્‍ત કરી છે. સૌરાષ્‍ટ્રના સાર્વજનિક જીવનમાં પૂર્ણ રીતે સક્રિય એવા પ્રોફેસર કમલેશ જોશીપુરા પર શુભેચ્‍છા વરસી રહી છે. (૨૨.૧૧)

મો. ૯૮૨૪૨ ૧૨૦૩૩ રાજકોટ

(10:26 am IST)