Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

જે રીતે આમ આદમી પાર્ટી નિર્ણયો કરી રહી છે. સંગઠનોની રીતે નિર્ણયો કરી રહી અને ટિકીટો આપે છે તેમાં ક્યાંકને ક્યાંક એવુ લાગે છે કે આમ આદમી પાર્ટી જુદી દિશામાં જઇ રહી છે. આમ આદમી પાર્ટી અવસર વાદી નિતી અપનાવે છે અને આ અવસર વાદી નિતીમાં હું સેટ જ નથી થઇ શકતો.: રાજભા જાલાએ આમ આદમી પાર્ટીની કાર્યનિતી પર નારાજગી વ્યક્ત કરી

રાજકારણ ખૂબ જ ગંભીર વિષય છે. તેને દરેક પાસાને ધ્યાનમાં રાખવા જોઇએ. દરેક સમાજની એક અલગ વિશેષતા છે રાજકારણમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે: રાજભા ઝાલા

રાજકોટઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો તો જાહેર કરી દીધો છે. પરંતુ પાર્ટીમાં અન્ય નેતાઓ નારાજ જણાય રહ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરૂ થોડા દિવસમાં આમ આદમી પાર્ટીમાં રહીને હવે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. જ્યારે અન્ય એક નેતામાં પણ નારાજગી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં આપમાં વધુ એક ભંગાણ થાય તેવાં એંધાણ વર્તાય રહ્યા છે. રાજભા જાલાએ આમ આદમી પાર્ટીની કાર્યનિતી પર નારાજગી વ્યક્ત કરી છે.
રાજભા જાલાએ જણાવ્યું હતુ કે આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી તરીકેનો ચહેરો જાહેર કર્યો છે. ઇસુદાન ગઢવી ખૂબ જ સારા માણસ છે. ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી બનાવવા જોઇએ અને એ બનશે તો ગુજરાતની સમસ્યાનો હલ એ સારી રીતે કરી શકશે. પરંતુ મુખ્યમંત્રી બનવા માટે બહુમતી ધારાસભ્યો જોઇએ. જે રીતે આમ આદમી પાર્ટી નિર્ણયો કરી રહી છે. સંગઠનોની રીતે નિર્ણયો કરી રહી અને ટિકીટો આપે છે તેમાં ક્યાંકને ક્યાંક એવુ લાગે છે કે આમ આદમી પાર્ટી જુદી દિશામાં જઇ રહી છે. આમ આદમી પાર્ટી અવસર વાદી નિતી અપનાવે છે અને આ અવસર વાદી નિતીમાં હું સેટ જ નથી થઇ શકતો.
વધુમાં જણાવ્યુ હતુ કે રાજકારણ ખૂબ જ ગંભીર વિષય છે. તેને દરેક પાસાને ધ્યાનમાં રાખવા જોઇએ. દરેક સમાજની એક અલગ વિશેષતા છે રાજકારણમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ આવી ચૂક્યા છે. ત્યારે સત્તા પક્ષ ભાજપ હજુ ઉમેદવારોના નામ પર મનોમંથન કરી રહ્યુ છે તો બીજી તરફ વિપક્ષ તરીકે ઉભરી આવેલ આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામ પર મહોર મારી છે. જેને લઇને આમ આદમી પાર્ટીમાં અનેક ચહલ પહલ શરૂ થઇ ગઇ છે.
Video Link: https://twitter.com/i/status/1588767129352171520

(5:20 pm IST)