Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

કાયદો વ્‍યવસ્‍થાની જાળવણી માટે ડીસીપી-એસીપી ક્રાઇમ અને ત્રણ પીઆઇની ટીમોનું નાઇટ પેટ્રોલીંગ

વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ જતાં પોલીસ વધુ જાગૃત બનીઃ ઠેકઠેકાણે ચેકીંગ : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની રાહબરીમાં ટીમોએ કડક પેટ્રોલીંગ-કોમ્‍બીંગ કર્યુ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ જતાં અને આચાર સંહિતા પણ અમલમાં આવી જતાં શહેર પોલીસની કામગીરીમાં પણ વધારો થઇ ગયો છે. રોજીંદા કાયદો વ્‍યવસ્‍થા જાળવવા સહિતની કાર્યવાહીની સાથે હવે ચૂંટણી અંતર્ગતની કામગીરીમાં પણ પોલીસ સતતત વ્‍યસ્‍ત રહેશે. કાયદો વ્‍યવસ્‍થા જળવારઇ રહે તે માટે નાઇટ પેટ્રોલીંગ, નાઇટ કોમ્‍બીંગની કામગીરીમાં પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ ક્રાઇમ બ્રાંચને પણ સામેલ કરતાં ગત રાતે ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયા અને ત્રણ પીઆઇ વાય. બી. જાડેજા, એલ. એલ. ચાવડા અને બી. ટી. ગોહિલે પોતાની ટીમો સાથે શહેરના અલગ અલગ વિસ્‍તારોમાં પેટ્રોલીંગ અને કોમ્‍બીંગ કર્યુ હતું. તેમજ શકમંદોને ચકાસવા ઉપરાંત વાહન ચેકીંગ પણ કર્યુ હતું. ચૂંટણીપર્વ શાંતિથી યોજાય તે માટે શહેર પોલીસ અત્‍યારથી જ જાગૃત બની ગઇ છે. ઉલ્લેખનિય છે કે તમામ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જશ્રીઓ દ્વારા પણ પોતપોતાના વિસ્‍તારોમાં પેરા મિલ્‍ટ્રી ફોર્સના જવાનોને સાથે રાખી ફૂટ પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્‍યું છે. ચૂંટણી બંદોબસ્‍ત માટે ખાસ આ ફોર્સના જવાનોને ફાળવવામાં આવ્‍યા હોઇ રોજબરોજ અલગ અલગ વિસ્‍તારમાં સ્‍થાનિક પોલીસ અધિકારી-કર્મચારીઓને સાથે રાખી આ જવાનો ફૂટ પેટ્રોલીંગ કરે છે.

(3:52 pm IST)