Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

રાજકોટ ડિસ્‍ટ્રીકટ બેડમિન્‍ટન એસોસિએશન દ્વારા શિયાળુ કોચીંગ કેમ્‍પનો પ્રારંભ

રાજકોટ :. રાજકોટ ડીસ્‍ટ્રીકટ બેડમિન્‍ટન એસોસિએશન દ્વારા આયોજિત અને જ્‍યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ, જ્‍યોતિ ફાઉન્‍ડેશન, એવીઆર (વિક્રમ) વાલ્‍વ્‍સ પ્રા. લિમીટેડ, આર.કે. જૈન ફાઉન્‍ડેશન તથા લી-નીંગ (ઈન્‍ડિયા) દ્વારા પ્રાયોજિત બેડમિન્‍ટન (વિન્‍ટર) કોચિંગ કેમ્‍પનો ઉદ્‌ઘાટન સમારંભ આજરોજ જ્‍યોતિ સ્‍પોર્ટસ સંકુલ ખાતે યોજાયેલ હતો. ૧૫ દિવસના આ પ્રશિક્ષણ શિબિરમાં આશરે ૫૦ સબ-જુનિયર અને જુનિયર ખેલાડીઓને ગુજરાતના અનુભવી ખેલાડીઓ શ્રી જયદિપસિંહ સરવૈયા અને શ્રી ધર્મરાજસિંહ જાડેજા પ્રશિક્ષણ આપી રહ્યા છે.

આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલ મુખ્‍ય મહેમાન શ્રી નરેન્‍દ્રસિંહ ઝાલાએ જ્‍યોતિ સીએનસી અને રાજકોટ ડિસ્‍ટ્રીકટ બેડમિંટન એસોસિએશનના સુંદર પ્રયત્‍નોના છેલ્લા ૧૦ વર્ષોના ભૂતકાળની યાદ તાજી કરી જણાવ્‍યુ હતુ કે અહીં ભૂતપૂર્વ મુખ્‍ય રાષ્‍ટ્રીય કોચ, દ્રોણાચાર્ય એવોર્ડથી સન્‍માનિત શ્રી એસ.એમ. આરીફ બે વખત સેવા આપી ગયેલ અને સ્‍પોર્ટસ સંકુલના ઈન્‍ફ્રા-સ્‍ટ્રકટચરથી ખૂબ પ્રભાવિત થયેલ છે. તદુપરાંત રાજ્‍ય કક્ષાના કેમ્‍પસ તથા ટૂર્નામેન્‍ટસ નિયમિત યોજાતા આવેલ છે. અંતમાં તેઓશ્રીએ રમતમાં એકાગ્રતા તેમજ સધ્‍ધરતાનું મહત્‍વ સમજાવ્‍યુ હતું.

જ્‍યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડના એમ.ડી. અને સી.ઈ.ઓ. શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી કૌશિક સોલંકી, એવીઆર (વિક્રમ) વાલ્‍વ્‍સ પ્રા. લિમિટેડના શ્રી વિક્રમ જૈન, શ્રી કૌશિક સોલંકી, શ્રી ભરત પીઠડીયા, ડો. વાય.એમ. માંકડ, શ્રી નિરંજન દોશી, શ્રી મહેન્‍દ્ર ત્રિવેદી, શ્રી પરિમલ જોશી તથા આયોજન મંત્રી શ્રી ભૂષણ પંડયાએ યુવા ખેલાડીઓને શુભેચ્‍છા પાઠવી હતી.

(4:47 pm IST)