Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

નિકાવામાં ટ્રેકટર પલ્‍ટી મારી જતાં ચાર મજૂરોને ઇજા

રાજકોટ તા. ૭: કાલાવડના નિકાવામાં રહી વાડીમાં મજૂરી કરતાં વર્ષાબેન કરવીભાઇ વોનીયા (ઉ.૧૮), રાયસીંગ ગુલાબ વોનીયા (ઉ.૩૨), મનિષાબેન મગનભાઇ વોનીયા (ઉ.૨૦) તથા દિનેશ લાલજીભાઇ (ઉ.૨૫) સાંજે સુરેશભાઇની વાડીએ ટ્રેકટરમાં બેસીને જતાં હતાં ત્‍યારે ટ્રેકટર પલ્‍ટી મારી જતાં ચારેયને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. હોસ્‍પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ કાલાવડ પોલીસને જાણ કરી હતી.

(4:43 pm IST)