Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

તે કેમ અગાઉ મારી લોન પાસ નહોતી થવા દીધી? કહી વસીમને છરી ઝીંકાઇ

ફાયનાન્‍સ પેઢની કર્મચારી સારવારમાં: કેસરી પુલ પોપટ ભગતની ગરબીવાળા ચોકમાં બનાવઃ મોસ્‍લી લાઇનના એઝાઝે જુનો ખાર રાખી હુમલો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૭: કેસરી પુલ નજીક મોસ્‍લી લાઇનમાં આઇ.પી. મિશન સ્‍કૂલ પાસે રહેતાં અને કાલાવડ રોડ પર ફાયનાન્‍સ પેઢીમાં નોકરી કરતાં વસીમમહમદ સિદ્દીકભાઇ શેખ (ઉ.૨૨) પર રાત્રે સવા દસેક વાગ્‍યે કેસરી પુલ નજીક પોપટ ભગતની ગરબીવાળા ચોકમાં હતો ત્‍યારે તેના જ વિસ્‍તારના એઝાઝ માંડલીયાએ ગાળાગાળી કરી છરીથી હુમલો કરી પડખામાં ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ જાણ કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ વી.એમ. ડોડીયાએ વસીમમહમદની ફરિયાદ પરથી એઝાઝ સામે ગુનો નોંધ્‍યો હતો. વસીમના કહેવા મુજબ તે શ્રીરામ ફાયનાન્‍સમાં નોકરી કરે છે. એઝાઝે વાહન માટેની લોન મુકી હોઇ તે અગાઉ ડિફોલ્‍ટર જાહેર થયો હોઇ જેથી કંપનીએ તેની લોન મંજુર કરી નહોતી. પોતાના કહેવાથી લોન અટકાવાઇ હોવાની તેને શંકા હતી. આ બાબતનો ખાર રાખી તેણે ગત રાતે ચોકમાં આવી તે કેમ મારી લોન અગાઉ થવા નહોતી દીધી? તેમ કહી ગાળો દઇ છરીનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(4:41 pm IST)