Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

વિખ્યાત કલાકાર વિશ્વજીતજી રાજકોટ આવશેઃ ગીતો પિરસશે

હિન્દી ફિલ્મોમાં ધરખમ અભિનેત્રી વહીદા રહેમાન સહિતના કલાકારો સાથે કામ કરી ચુકયા છે : ગાયકો વિશ્વનાથ બાટુંગે અને વિભાવરી યાદવ સુમધુર ગીતો રજુ કરશેઃ સાહિત્યકાર રજનીકુમાર પંડયા, વિશ્વજીતજી સાથે રસપ્રદ વાર્તાલાપ કરશે, તેમની સાથે તેમના દીકરી પ્રાઇમા પણ આવશે

રાજકોટ : શહેરની જુના ફિલ્મો ગીતોની અગ્રગણ્ય સંસ્થા આજે રપ-મું વર્ષ પૂર્ણ કરવામાં પ્રવૃત છે અને પ્રગતિ કરી રહી છે.  પચ્ચીસમાંવર્ષનો ચોથો કાર્યક્રમ-તા.૧૫, નવેમ્બર ને શુક્રવાર, શ્રી હેમુ ગઢવી  નાટયગૃહ (સરગમ કલબ સંચાલિત) માં યોજાઈ રહયો છે. 

૨૫—મું વર્ષ ''સીલ્વર જયુબીલી વર્ષ - રૌપ્ય જયંતિ વર્ષ'' સૂર-સંસાર માટે એક હરખનું વર્ષ ગૌરવનું વર્ષ છે, તે ઉજવવું જોઈએ તેવી બધા સહભાગીઓ અપેક્ષા રાખે એ વાત લક્ષ્યમાં રાખી સૂર-સંસારે ચોથા કાર્યક્રમ માટે ૧૯૬ર થી ૧૯૮૦ ની સાલ સુધીના લોકપ્રિય અને અનેક સફળ ફિલ્મોના હીરો શ્રી બિશ્વજીતજીને નિમંત્ર્યા છે. તેઓની સા તેમનાયુવા પુત્રી કુ. પ્રાઈમા કે જેઓ ઉભરતા અને આશાસ્પદ અભિનેત્રી છે અને ફિલ્મો અને સીરીયલોમાં નાની-મોટી ભુમિકાઓ ભજવે છે તેઓ પણ સૂર-સંસારમાં ઉપસ્થિત રહેશે. કુ.પ્રાઈમા એક સારા નૃત્યાંગના પણ છે.

શ્રી બિશ્વજીત રૂપેરી હિંદી પરદે પ્રથમવાર ફિલ્મ 'બીસ સાલ બાદ' માં હીરો તરીકે ધરખમ અભિનેત્રી વહીદા રહેમાન સામે ખબ સફળ રહ્યાં. પછી તો ધરખમ અભિનેત્રીઓ સાથેની ફિલ્મોની વણઝાર ચાલી. પ્રથમ ફિલ્મના બધો ગીતોએ ધુમ મચાવી દીધી. બીસ સાલ બાદ, શહેનાઈ, બિન બાદલ બરસાત, કોહરા, એપ્રિલ ફુલ; મેરે સનમ, યે રાત ફીર ન આયેગી, નાઈટ ઈન લંડન, હરે કાંચકી ચુડીયાં, વાસના, કિસ્મત, દો કલીયા જેવી ફિલ્મોએ

બિશ્વજીતને મળેલા ગીતો આજ દિવસ સુધી તેની લોકપ્રિયતા જાળવી બેઠા છે તે ગીતોની તાજગી અને સુગંધ જળવાઈ રહ્યા છે. આ પૈકીના અમુક ગીતો આપ ચોથા કાર્યક્રમમાં સાંભળશો, મુહમ્મદ રફી, હેમન્તકુમાર જેવા સદાબહાર ગાયકોનો તેમને કંઠ મળ્યો હતો.  બિશ્વજીત આજે પણ કલાઅને ફિલ્મોના માધ્યમ સાથે સંકળાયેલા રહ્યા છે. તેઓએ ૧૯૭૫ ના વર્ષમાં 'કહેતે હે મુઝકો રાજા' નામ  હિન્દી ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું  હતું. પોતાના મનમાં રમી રહેલા એતિહાસીક પાત્રોને પણ રૂપેરી પરદા ઉપર જીવંત કરવાની તેમની ઈચ્છા છે. આવતા વર્ષોમાં આ ફિલ્મો આપણને જોવા મળે તેવી આશા બિશ્વજીત એક ઉમદા વ્યકિત, સાંહજિક અભિનેતા અને સારાં ગાયક પણ છે. ૧૯૭૦  ના વર્ષમાં તેઓએ બે બંગાળી મોર્ડન'ગીતો સંગીતકાર સલિલ ચૌધરીના નિર્દેશનમાં રેકોર્ડ કર્યા હતાં આજે પણ તેઓ સંગીતના કાર્યક્રમો આપે છે, તેઓએ સ્ટેજ નાટકોમાં પણ અભિનય આપ્યો છે.

  આ કાર્યક્રમમાં બિશ્વજીતજી પોતે સ્ટેજ પર પોતાના કંઠે ખુબ કર્ણપ્રિય એવા પાંચ ગીતો રજુ કરશે. એ સોનામાં સુગંધ ભેળવશે, રફીજીની ગાયકીના ખુબ માહેર ગાયક શ્રી વિશ્નાથ બાટુંગે અને સાથે હશે સ્ટેજ પર કંઠ અને પોતાની હાજરીથી છવાઈ જતા શ્રીમતી વિભાવરી યાદવ .

 વિભાવરીજી સંગાથે એક ગીતમાં કુ. ખ્યાતી પંડયા આવશે બિશ્વજીતજી ગીતો ઉપરાંત પોતાની ફિલ્મોનો અનુભવ શ્રોતાઓ સાથે શેર કરશે. 

 અમદાવાદથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર વરિષ્ઠ સાહિત્યકાર અને ફિલ્મ સંશોધક શ્રી રજનીકુમાર પંડયા બિશ્વજીતજી સાથે રસપ્રદ વાર્તાલાપ કરશે. કાર્યક્રમનું સંચાલન લોકલાડીયા શ્રી જયંત કે. જોષી સંભાળશે એમની હાજરી માટે શ્રોતાઓ વાંરવાર માંગણી કરતા હતાં તે માંગણી આ કાર્યક્રમમાં સંતોષાશે. વાધવૃંદ વડોદરા - શ્રી મયુર પટેલ અને સાથીદારોનું રહેશે અને મધુરતામાં ઉમેરો કરશે પ્રસિધ્ધ બાંસુરીવાદક શ્રી જનક દરજી અને રાજકોટના જાણીતા ગીટારીસ્ટ શ્રી હિતેષ મહેતા.

આ કાર્યક્રમ શ્રોતા અને પ્રેક્ષકો માટે દ્રશ્યમાન બનાવવા કાર્યક્રમમાં એલઇડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે. આખો કાર્યક્રમ સાથો સાથ શોખીનો માટે લાઈવ ટેલીકાસ્ટ થશે. કાર્યક્રમના કોઈ ગેસ્ટ પાસ ઉપલબ્ધ ન  હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:36 pm IST)