Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

રાજકોટમાં રાહદારીઓને નોકરી અપાવવાની લાલચ આપીને મોબાઈલ લઈ ફરાર થતા બે શખ્શ ઝડપાયા

કુલ 14 મોબાઈલ અને બાઈક સહીત 1,10 લાખનો મુદામાલ જપ્ત

રાજકોટ : શહેરમાં અલગ અલગ જગ્યાએ ફરતો અને એકલા ચાલીને જતા મજુર જેવા દેખાતા રાહદારીઓને રોકીને નોકરી અપાવવાની  લાલચ આપીને તથા પોતાના વાહનમાં લિફ્ટ આપીને પોતાના મોબાઈલથી ફોન કરીને ત્યારબાદ ફોન નહિ લાગતો હોવાનું કહીં ફોન કરવા રાહદારીનો મોબાઈલ ફોન માંગી બાદમાં રાહદારીને પૈસા આપીને પાન કે ફાકી લેવા નજીકની દુકાને મોકલી રાહદારીનો મોબાઈલ લઇને ફરાર થઇ જતા બે ગઠીયાઓને પોલીસ ઝડપી પાડ્યા છે

  ગાંધીગ્રામ પોલીસે આરોપી મુકુંદ ઉર્ફે મુકેશ મનસુખભાઇ લાધાભાઇ મારુ ( ,,42 ( ( રહે, દિપ્તીનગર મેઇનરોડ બગીચાની સામે સી ક્વાર્ટર દાળેશ્વર ડેરી સામે સીતારામ સસોસાયટી મેઈન રોડ,રામદેવપીર મંદિર પાર્ષદે ખીમજીભાઈ આહિરના મકાનમાં રાજકોટ મૂળ ગામ રતનપર જાળીયા ગામ મોરબી રોડ ) અને નાસિર સિતારભાઈ ભટ્ટી ( ,, 33 ( રહે, ગોંડલ દરવાજો અલીપીર બાપુની દરગાહ પાસે જેતપુર ) ને ઝડપી અલગ અલગ કંપનીના 14 મોબાઈલ ફોન અને હોન્ડા સાઈન બાઈક મળીને 1,10 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

(12:22 pm IST)