Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

શિયાણીનગરમાંથી અફઝલ શેખને ક્રાઇમ બ્રાંચે ૭૨ હજારના દારૂ સાથે પકડી લીધો

હેડકોન્સ. સમીરભાઇ શેખ અને અનિલભાઇ સોનારાની બાતમી પરથી દરોડોઃ માલવીયાનગર પોલીસે ૨૨ હજારના દારૂ સાથે સલિમ અને સદામને પકડ્યા

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચની ટીમે કોઠારીયા રોડ શિયાણીનગર-૧ પ્રણામી ચોકમાં રહેતાં અફઝલ હુશેનભાઇ શેખ (ઉ.૨૮)ને તેના ઘર નજીકથી ફોર્ડ કાર જીજે૭એજી-૩૬૮૬માં રૂ. ૭૨ હજારનો ૧૮૦ બોટલ દારૂ રાખીને નીકળતાં પકડી લઇ ૫૦ હજારની કાર પણ કબ્જે કરી હતી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના મુજબ પીએસઆઇ એ. એસ. સોનારા, એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. અજીતસિંહ પરમાર, નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, હરદેવસિંહ રાણા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે સમીરભાઇ શેખ અને અનિલભાઇ સોનારા તથા હરદેવસિંહને મળેલી બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

બીજા દરોડામાં પંચશીલ સોસાયટી મેઇન રોડ ભાગ્યોદય સ્ટેશનરી સામે દારૂના કટીંગ વખતે માલવીયાનગર પોલીસે દરોડો પાડી સલિમ કાસમભાઇ સાંધ (ઉ.૨૯-રહે. ન્યુ થોરાળા-૧) તથા સદામ મહેબુબભાઇ મોવર (ઉ.૧૯-રહે.ગંજીવાડા-૩૧)ને રૂ. ૧૨૦૦૦ના વિદેશી દારૂ અને બે એકસેસ વાહન સાથે પકડી લેવાયા હતાં. પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ આર. એ. જાડેજા, પી.એલ. ધામા, એએસઆઇ ગોૈતમભાઇ પરમાર, હેડકોન્સ. રાહીદભાઇ સમા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, કલ્પેશભાઇ ચાવડા, ભાવીનભાઇ ગઢવી, મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા તથા દિલીપસિંહ જાદવે આ દરોડો પાડ્યો હતો.

બી-ડિવીઝન પોલીસે છ બોટલ કબ્જે કરીઃ કિશોર માલકીયાની શોધખોળ

જ્યારે બી-ડિવીઝનના પીએસઆઇ ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, હિતુભા ઝાલા, હરપાલસિંહ વાઘેલા, મહેશભાઇ સહિતે લાતી પ્લોટ-૧૦માંથી રૂ. ૧૮૦૦નો ૬ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. કિશોર મનસુખભાઇ માલકીયા ભાગી ગયો હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

(3:15 pm IST)