Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

BAPS મંદિરે દિપોત્સવી પર્વઃ વૈદિક વિધિથી ચોપડા પૂજન

રાજકોટ : ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ખુબ જ ધામધૂમપૂર્વક ઉજવાનાર છે ત્યારે કાલાવડ રોડ પરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ  મંદિર પરિસરને સુંદર દીવડા તેમજ કલાત્મક રંગોળીથી સુશોભિત કરવામાં આવ્યું છે. દિવાળીના દિવસે સવારે પ્રમુખસ્વામી સભાગૃહમાં વૈદિક ચોપડાપૂજન વિધિ યોજાઇ જેમાં સારંગપુરથી આવેલ નારાયણમુનિ સ્વામી અને સંતોએ ૨૦૦૦થી અધિક વ્યાપારીઓને વૈદિક પૂજનવિધિમાં જોડયા હતા. અંતમાં પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજના વિડિયો આર્શીવચનનો પણ લાભ પ્રાપ્ત થયો હતો. આજે સાંજે મંદિર પર ઠાકોરજી સમક્ષ ભવ્ય કલાત્મક દિવડાઓની રંગોળી રચવામાં આવશે. આવતી કાલે નૂતનવર્ષના પ્રથમ દિને ઠાકોરજીને નવા વાઘા પરિધારણ કરાવવામાં આવશે. ૧૫૦૦ થી પણ અધિક શુદ્ધ, સાત્વિક અને શાકાહારી વાનગીઓનો ભવ્ય અન્નકુટ રચાશે. અન્નકુટની પ્રથમ આરતી ૧૧:૩૦ વાગ્યે થશે. ત્યારબાદ દર કલાકે સાંજે ૭ સુધી આરતી થશે.(૧.૨૦)

(3:08 pm IST)