Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

૧પ૦ ફુટ રીંગ રોડ પરથી ૮ દી'માં ૧૩ બેનરો હટાવાયા

દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર ૬ રેકડી-કેબીન, ૨૦ કિલો શાકભાજી-ફળો જપ્તઃ ૨૦૧૪ લાખનો દંડ વસુલ્યો

રાજકોટ, તા.૬: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.૨૯ ઓકટોબરથી તા.૦૫ના રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૬ રેંકડી-કેબીન, ૨૦ કિલો, શાકભાજી-ફળો, અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. મંડપ-બેનર-છાજલી કમાનનું ભાડું તથા જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

આ અંગે કોર્પોરેશનના સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે દબાણ હટાવ શાખા દ્વારા શહેરના રસ્તા પર નડતર ૦૬ રેંકડી-કેબીનો ભકિતનગર, શનિવારી બજાર, ચંદ્રેશનગર હો. ઝોન વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, ૨૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને  ચંદ્રેશનગર હો. ઝોનથી જપ્ત કરવામાં આવ્યા હતા, જુદી જુદી ૨૩ પરચુરણ વસ્તુઓ જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોય તેવી વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ હતી, જે શનિવારી બજાર, કાલાવડ મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. અન્ય ૨,૧૪,૫૫૦/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો, જે સદર બજાર, ગુંદાવાડી, કેનાલ રોડ, ગાયત્રીનગર, સહકાર મે. રોડ, કોઠારીયા મેઈન રોડ, જંકશન મેઈન રોડ, યાજ્ઞિક રોડ, હોસ્પિટલ ચોક, ગોંડલ રોડ, ભકિતનગર સર્કલ, કોઠારીયા નાકા, હાથીખાના, જામનગર રોડ, ઢેબર રોડ, રેલનગર, વિવેકાનંદ ચોક, દોષી હોસ્પિટલ, યુનિવર્સીટી રોડ, નાનામવા, એસ.કે.ચોક, સાધુવાસવાણી રોડ, પારેવડી ચોક, પેડક રોડમ સંતકબીર રોડ, ગોવિંદ બાગ અને ગ્રીનલેન્ડ ચોક પરથી વસુલ કરવામાં આવેલ હતો. તેમજ રૂ/- ૧,૦૬,૩૩૪/- મંડપ અને છાજલીનો ચાર્જ ચુનારવાડ રોડ, ભાવનગર રોડ, ગોંડલ રોડ, મવડી રોડ, યુનિવર્સીટી રોડ, રૈયા રોડ, કાલાવડ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, અમીન માર્ગ, લાખના બંગલાવાળો રોડ, રામાપીર ચોકડી, પેડક રોડ, સંત કબીર રોડ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરમાંથી નડતરરૂપ ૧૩ બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા, જે બીગ બઝાર સર્કલ અને બાલાજી હોલ પરથી જપ્ત કરવામાં આવેલ હતા. શહેરના અલગ અલગ ૧૩ હોકર્સ ઝોન ચુનારવાડ, દૂધ સાગર રોડ, આજી જી.આઈ.ડી.સી., કોઠારીયા મે. રોડ, ચંદ્રેશનગર, મોરબી રોડ, રેસકોર્ષ, અમીનમાર્ગ, જયુબેલી માર્કેટ, માંડા ડુંગર, મોરબી જકાત નાકા વિગેરે હોકર્સ ઝોન માંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ હતું.(૨૩.૧૬)

(3:17 pm IST)