Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ભારતીય બાલવિકાસ સમિતિ દ્વારા બાલભવનના ભુલકાઓ માટે યોજાઇ રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા

રાજકોટ : ભારતીય બાલવિકાસ સમિતિ ન્યુ દિલ્હી દ્વારા બાલભવનના બાળકો માટે રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ થી ૧૬ વર્ષની વયના ર હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો. બાલભવનના માનદમંત્રી મનસુખભાઇ જોષી, ટ્રસ્ટી હેલીબેન ત્રિવેદીએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. ગ્રૃપ વાઇઝ વિજેતાઓમાં પ થી ૧૦ વર્ષના ગ્રીન ગ્રુપમાં એકથી પાંચ ક્રમાંકે અનુક્રમે ધ્યાના સુનિલભાઇ ચુડાસમા, સૌમ્ય અંકુશભાઇ કુમાવત, ખુશ ખોડાભાઇ ટીલાળા, નિરવા હેરનભાઇ રામાણી, આર્ય આશિષભાઇ અરોરા તેમજ ૧૧ થી ૧૬ વર્ષના વ્હાઇટ ગ્રુપમાં ખુશી વિરલભાઇ પટેલ, અભિષેક બ્રીજેશભાઇ છાંટબાર, ઋત્વા નિરજભાઇ ભાલારા, મહેક નિકુંજભાઇ ભટ્ટ, ધન્વી અશોકભાઇ પટોલીયા તેમજ માનસીક શારીરીક તકલીફવાળા બાળકોના ૫ થી ૧૦ વર્ષના યલો ગ્રુપમાં એકથી ત્રણ ક્રમાંકે અનુક્રમે ગૌરી આલોકભાઇ સિંઘ, કેસરી મયંકભાઇ પટેલ, નિલ જયંતિભાઇ પાંભર, ૧૧ થી ૧૬ વર્ષના રેડ ગ્રુપ (સી.પી.)માં દીપ કદમકુમાર અક્રુવાલ, વિરાગ રાજેશભાઇ બગડા, રેડ ગ્રુપ (એમ.આર.)માં દર્શીલ સંજયભાઇ ઉનડકટ, પ્રેમ જતિનભાઇ પોપટ, માનવ અમિતભાઇ માકડીયા વિજેતા જાહેર થયા હતા. આ ઉપરાંત પ્રોત્સાહન ઇનામો પણ અપાયા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે વલ્લભભાઇ પરમાર, મહંમદભાઇ ચૌહાણે સેવા આપી હતી. દરેક વિજેતા બાળકોને ૧૫ ઓગષ્ટના સવારે ૯ વાગ્યે ધ્વજ વંદન કાર્યક્રમ સમયે ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કરાશે. તેમ બાલભવનના કિરીટભાઇ વ્યાસની યાદીમાં જણાવાયુ છે.

(3:54 pm IST)