Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

જય જલારામ સોસાયટીના ટી.પી. પ્રશ્નનું નિરાકરણ : રેગ્યુલાઇઝની ખાત્રી

રાજકોટ : શહેર વોર્ડ નં. ૧૧ માં આવેલ જય જલારામ સોસાયટીમાં ટી. પી. સ્કીમનો પ્રશ્ન અધ્ધરતાલ હોય આ બાબતે સોસાયટીના પ્રતિનિધિ મંડળે પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, વિધાનસભા-૭૧ ઇન્ચાર્જ રાજુભાઇ બોરીચા, વોર્ડ નં.૧૧ ના ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ પાઘડાર, સોસાયટીના પ્રતિનિધિઓ રઘુભાઇ સખીયા, લક્ષ્મણભાઇ પટેલ, ગોરધનભાઇ મકવાણા, ઘુસાભાઇ, વિપુલભાઇ, મગનભાઇ, બાબુભાઇ વગેરેએ મુખ્યમંત્રીના નિવાસ સ્થાન ગાંધીનગર જઇ રજુઆત કરી હતી. રાજકોટ મહાપાલીકા ટાઉનપ્લાનીંગ વિભાગ દ્વારા અવાર નવાર અપાતી નોટીસોની ગંભીરતા અંગે ધ્યાન દોર્યુ હતુ. દરમિયાન પ્રત્યુતરમાં મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલીક શહેરી વિકાસ અધિકારીઓને સુચનાઓ આપી જય જલારામ સોસાયટીના લોકોને  મકાન રેગ્યુલાઇઝ કરી આપવા સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના હકારાત્મક વલણ અને ખાત્રીથી સોસાયટીના લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

(3:50 pm IST)