Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

૩૭૦ કલમ હટાવતા હિન્દુ યુવા વાહિની દ્વારા આવકારઃ આભાર વ્યકત કર્યો

રાજકોટઃ કેન્દ્ર સરકારના જમ્મુ કાશ્મિરમાંથી ધારા ૩૭૦ અને ૩૫એ હટાવવાના ઐતિહાસિક નિર્ણયનું હિન્દુ યુવા વાહિની ગુજરાત દ્વારા રાજકોટ, અમદાવાદ, ભાવનગર, આણંદ, મહુવા વિગેરે શહેરોમાં આવકારી હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ફટાકડાં ફોડીને, ઢોલ વગાડીને અને મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરીને ખુશી વ્યકત કરી હતી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા. તેમ સંસ્થાના કાર્યાલયમંત્રી શ્રી જયવિરસિંહ પાલીવા (મો.૯૪૦૯૩ ૪૫૭૬૮)ની યાદી જણાવે છે.

(3:47 pm IST)