Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

હવે મહિલા સમળી ઝળકી : રીક્ષામાં પટેલ વૃધ્ધાના ગળામાંથી બે મહિલાએ ૭૫ હજારની માળા સેરવી લીધી

પટેલ વાડી પાસે વીસ દિવસ પહેલા બનાવ : બે મહિલાને બેડીપરા ઉતારવાનું કહી વૃધ્ધાને રીક્ષામાંથી ઉતારી નાસી ગયો'તો

રાજકોટ તા ૭  :  શહેરના  ભાવનગર રોડ પર પટેલવાડી પાસે રીક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા પટેલ વૃધ્ધાની નજર ચુકવી બે મહિલાઓ રૂા ૭૫ હજારની માળા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પેડક રોડ પર ચંપકનગર શેરી નં. ૧/૨ માં રહેતા પટેલ વૃધ્ધા કંકુબેન મોહનભાઇ રામાણી, (ઉ.વ.૭૫) ગત તા. ૧૬/૭ ના રોજ ગુરૂપૂર્ણીમા હોઇ પોતાના ઘરેથી સ્મશાન પાસે કબીર સાહેબની જગ્યાએ જવા માટે નીકળ્યા હતા. પટેલવાડી પાસે રીક્ષાની રાહ જોઇ રહયા હતા ત્યારે એક રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી હતી, તેમાં અગાઉથી બે મહિલા બેઠી હતી. ચાલકે પટેલ વૃધ્ધાને રીક્ષા પટેલ વૃધ્ધાને બે મહીલાની વચ્ચે બેસાડી રીક્ષા બેડીપરા તરફ  જવા દેતા પટેલ વૃધ્ધાએ રીક્ષા ચાલકને ''રીક્ષા કઇ બાજુ લઇ જાય છે તેમ પુછતા ચાલકે બે મહિલાને બેડીપરામાં ઉતારી તમને મુકી જઇશ'' તેમ કહેતા પટેલ વૃધ્ધાએ ચાલકને રામનાથપરા સ્મશાન પાસે લઇ લેવાનું  કહેતા ચાલકે પટેલ વૃધ્ધાને ભાવનગર રોડ પટેલ વાડી પાસે ઉતારી દીધા બાદ જતો રહયો હતો. થોડીવારબાદ  પટેલ  વૃધ્ધાએ જોતા ગળામાં રૂા ૭૫૦૦૦ ની કિંમતની સોનાની માળા ગાયબ હતી, બાદ તેણે તાકીદે ઘરે આવી પરિવારજનોને આ બાબતે વાત કરતા પોલીસમાં જાણ કરવામાં આવી હતી, બાદ બી ડીવીઝન પોલીસે ગઇકાલે પટેલ વૃધ્ધાની ફરીયાદ દાખલ કરી પી.એસ.આઇ. એમ.એફ. ડામોર તથા રાઇટર હંસરાજભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:41 pm IST)