Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

આઇ.સી.આઇ.સી.બેંકને સેવામાં ખામી રાખવા બદલ વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા.૭: રાજકોટના કશ્યપ વિરેન્દ્રકુમાર ઠાકર કે જેના ખાતાવાળી આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાંથી તેના પિતરાઇ ભાઇના એસ.બી.આઇ.ના ખાતમાં ચેક જમા કરાવતા બેંકની કસુરના કારણેના શેરા સાથે બે વખત ચેક રીટર્ન થયેલ અને ત્રીજી વખત તેજ ચેક કલીયર થતા અગાઉના બે વખત રીટર્ન ચાર્જ વસુલાતા આઇ.સી.આઇ.સી.આઇ. બેંકને રૂબરૂ રજુઆત, નોટીસ બાદ પણ યોગ્ય નહી થતા કશ્યપ ઠાકર દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ કરતા ફોરમ દ્વારા દંડ-ખર્ચ તથા માનસીક ત્રાસ દુઃખનુ વળતર અપાવતો મહત્વનો હુકમ ફરમાવેલ છે.

રાજકોટના રહેતા કશ્યપભાઇ વિરેન્દ્રકુમાર ઠાકર કે જેઓ આઇ.સી.આઇ.સી.આઇ.બેંક, રાજકોટ ખાતે ખાતુ ધરાવે છે. ગત તા.૨૪-૭-૨૦૧૮ના રોજ કશ્યપભાઇ વિરેન્દ્રકુમાર ઠાકરએ પોતાને ચેક પોતાના પિતરાઇ ભાઇની બેંક એસ.બી.આઇ.માં જમા કરાવતા ચેક સદરહું બેંકની ખાખીના કારણેના શેરા સાથે તા.૨૪-૭-૨૦૧૮ તથા તા.૨૬-૭-૨૦૧૮ તથા તા.૩૦-૭-૨૦૧૮ના રોજ રીર્ટન થયેલ અને તેનો દંડ પણ વસુલવામાં આવેલ તેમજ તે જ ચેક તા.૧-૮-૨૦૮૧ના રોજ કલીયર થયેલ. કશ્યપભાઇ ઠાકરે બેંક રૂબરૂ બેંકમાં મળવા ગયેલ ત્યારે ઉડાવ જવાબ આપેલ જેથી નાછુટકે કશ્યપભાઇ ઠાકરએ પોતાના એડવોકેટ મારફત નોટીસ પણ મોકલાવેલ તેમ છતા યોગ્ય નહી થતા કશ્યપભાઇ ઠાકર દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદ દાખલ કરેલ.

ફરીયાદ કરતા ફરીયાદીના એડવોકેટશ્રી જયેન્દ્રભાઇ ગોંડલીયાની દલીલ તથા રજુ રાખેલ દસ્તાવેજના આધારે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા આઇ.સી.આઇ.સી.આઇ.બેંકને સેવામાં ખામી બદલ ગ્રાહક ફોરમ દ્વારા દંડાત્મક આદેશ ફરમાવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી વતી રાજકોટના ગોંડલીયા એસોશીએટસના જયેન્દ્રભાઇ ગોંડલીયા, હિરેનભાઇ લિંબડ, મોનીશ જોશી, રાજેશ ડાંગર, કરણ ગઢવી,ક્રિષ્નાબેન પીઠડીયા, કાજલબેન ખસમાણી, વિરલ એ.વડગામા વિગેરે રોકાયેલ હતા.

(3:34 pm IST)