Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

અંબિકા સોસાયટીમાં સંજય ઉર્ફ ભજીયાએ કોળી દંપતિને માર મારી પથ્થરમારો કર્યો

દિકરીને ગાળો દેતો હોઇ સમજાવવા જતાં ચંદુભાઇ અને જશુબેન પર હુમલો

રાજકોટ તા. ૭: આજીડેમ ચોકડી પાસે ગોકુલ સોસાયટી-૧માં રહેતાં કોળી પ્રોૈઢ અને તેના પત્નિ પોતાની દિકરીને ગાળો દઇ ભાગી ગયેલા ભાવનગર રોડ રાજમોતી મીલ પાસે રહેતાં ભૈયા શખ્સને સમજાવવા   જતાં તેણે બંનેને ઢીકા-પાટુનો માર મારી પથ્થરમારો કરી ઇજા કરતાં સારવાર લેવી પડી હતી.

આજીડેમ ચોકડી પાસે ગોકુલ સોસાયટી-૧માં રહેતાં અને છુટક મજૂરી કરતાં ચંદુભાઇ રવજીભાઇ મેર (કોળી) (ઉ.૫૫) તથા તેના પત્નિ જસુબેન મેર (ઉ.૫૦)ને રાજમોતી મીલ પાસે અંબિકા સોસાયટીમાં રહેતાં સંજય ઉર્ફ ભજીયો નામના ભૈયા શખ્સે મારકુટ કરી પથ્થરમારો કરી ઇજા કરતાં સિવિલમાં દાખલ થયા હતાં.

ચંદુભાઇના દિકરા નિતિનના કહેવા મુજબ તેના બહેનને ભજીયાએ ગાળો દીધી હોઇ પિતા અને માતા સમજાવવા જતાં તેણે હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(1:19 pm IST)