Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

કોઠારીયાના સોરઠીયા પાર્કમાં બીસીએની વિદ્યાર્થીનીએ બાથરૂમમાં ગળાફાંસો ખાધો

જેની સાથે સગાઇ નક્કી થઇ તે ફોનમાં સરખી વાત ન કરતો હોઇ માઠુ લાગ્યું : માતાએ દરવાજો તોડી બહાર કાઢી તાકીદે સારવાર માટે ખસેડતાં જીવ બચી ગયો

રાજકોટ તા. ૭: કોઠારીયા ગામના સોરઠીયા પાર્કમાં રહેતી રિધ્ધી સંજયભાઇ સાકરીયા (ઉ.૨૦) નામની કોળી યુવતિએ બાથરૂમમાં જઇ લોખંડના પાઇપમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે ખસેડાઇ હતી.

રિધ્ધી બાથરૂમમાં ગયા બાદ બહાર આવવામાં વાર લાગતાં માતા ગોૈરીબેને દરવાજો ખખડાવતાં નહિ ખોલતાં ફાઇબરનો દરવાજો હોઇ તોડીને જોતાં અંદર રિધ્ધી લટકતી દેખાતાં તાકીદે નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં સારવાર મળી જતાં જીવ બચી ગયો હતો. તેણી બે ભાઇથી મોટી  છે. તેના પિતા કલરકામ કરે છે. પોતે બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.  હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે આજીડેમ પોલીસને જાણ કરી હતી. રિધ્ધીની તબિયતમાં સુધારો થતાં રાતે જ રજા અપાઇ હતી. આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે એએસઆઇ રવિરાજસિંહ જાડેજા અને કલ્પેશભાઇની તપાસમાં ખુલ્યું હતું કે રિધ્ધીની જે યુવાન સાથે સગાઇ નક્કી થઇ છે ત ફોનમાં સરખી રીતે વાત ન કરતો હોઇ માઠુ લાગતાં આ પગલુ ભર્યુ હતું.

(1:17 pm IST)