Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ભાજપની સરકારે એક કલમ દૂર કરી દેશના ઈતિહાસમાં નવું પાનુ ઉમેર્યુ

નરેન્દ્રભાઇ અને અમિતભાઈની જોડીએ ઇતિહાસ સર્જયોઃ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ કરવાના નરેન્દ્રભાઈના પગલાને આવકારતા માંધાતાસિંહ જાડેજા

રાજકોટ તા.૬ :. ભારતના રાજકારણમાં પાંચમી ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક દિવસ તરીકે ઓળખાશે. દેશની કેન્દ્ર સરકારે બંધારણની એક કલમમાં ફેરફાર કર્યો એટલું જ નહીં પણ ઇતિહાસ સજર્યો છે. એવું રાજકોટના રાજવી ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજીઙ્ગ જાડેજાએ કહ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહને એમણે આ અભૂતપૂર્વ નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભારતના ઇતિહાસમાં આ દિવસ સુવર્ણ અક્ષરે લખાશે એવું તેમણે કહ્યું હતું.

આખી ઘટનાનો ઐતિહાસિક સંદર્ભ આપતાં એમણે કહ્યું કે, આઝાદીના સમયે સરદાર પટેલે પણ કાશ્મીર અંગેના નિર્ણયમાં ફેર વિચારણા કરવા કહ્યું હતું. ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ આ મુદ્દે લડત આપી અને એમણે જીવ ગુમાવવો પડ્યો. એમનું બલિદાન હતું પણ એ પછી  વર્ષો સુધી કંઈ થયું નહીં. કાશ્મીરના અલગાવવાદી નેતાઓ આતંકવાદી પ્રવૃત્ત્િ।ને પોષતા થયા. સ્થાનિક નેતાઓ પણ ભારતની સાથે દેખાવ પૂરતા હતા. સમસ્યા વકરતી જતી હતી.

રાજયસભામાં અમિતભાઈ શાહે કહ્યું એમ ૧૯૫૦થી તત્કાલીન ભારત સરકાર પાસે આ માગણી થતી હતી. અમારા ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દો રહ્યો હતો. ૨૦૧૯ની ચૂંટણી પહેલાં પણ ભાજપે વચન આપ્યું હતું કે સત્ત્।ામાં આવીશું તો કલમ ૩૭૦ દૂર કરીશું. કોંગ્રેસે તો કહ્યું હતું અમે આ કલમ નહીં હટાવીએ. ૨૦૧૪માં ભાજપ સત્ત્।ા પર આવ્યો ત્યારે ગણતરીના દિવસોમાં નરેન્દ્રભાઈએ નર્મદા ડેમના દરવાજાની ઊંચાઈનો પ્રશ્ન ઉકેલ્યો હતો. અને આ વખતે ચુંટાયા પછી થોડા જ મહિનામાં આવડો મોટો નિર્ણય લીધો. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવી એ પ્રચંડ રાજકીય ઈચ્છાશકિત, રાજકીય કુનેહ, વિદેશનીતિ અને હિંમત માગી લે એવું કામ છે. શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઈ શાહ બન્નેની જોડીએ આ ઐતિહાસિક નિર્ણય લીધો એવું માંધાતાસિહે કહ્યું હતું.

(9:19 am IST)