Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગરીબોને સસ્તા અનાજની દુકાનેથી મળતા કેરોસીનમાં ફરી ભાવ વધારો ઝીંકાયો : આ વખતે ૧.૮૦ નો વધારો

ચાલુ વર્ષના ૭ મહિનામાં અધધધ લીટરે ૧૧ રૂપિયા વધી ગયા : આ વખતે પણ ફાળવણીમાં ૧.૦૯ ટકાનો કાપ

રાજકોટ, તા. ૭ :  સરકાર પેટોલ-ડીઝલ-ગેસનો બાટલો બેફામ ભાવો વધાર્યા હવે કેરોસીનને પણ મુકયું નથી અને આ ચાલુ જુલાઇમાં ફરી ભાવ વધારો ગરીબોમાં સીસકારા મચી ગયા છે.

રાજકોટ શહેર-જીલ્લામાં ભાવ વધારોનો  ઠીક આ વખતે પણ ફાળવણીમાં ૧.૦૯ ટકા એટલે કે ૧ કે.એલ.નો કાપ મુકી દીધો છે, કેરોસીનમાં છેલ્લા ૭ મહિનામાં ૧૭.૯૭ ટકાનો કાપ મુકાયો છે, જાન્યુઆરી ર૦ર૧ માં ૯૬.૬૦ ટકા સામે જુલાઇ-ર૦ર૧માં ૬૮.૬૩ ટકાની ફાળવણી જાહેર થઇ છે, સામે ભાવ વધારો ઝીંકાયો તે લટકામાં !!

આ વખતે પણ ચાલુ મહિનામાં ગરીબોના કેરોસીનમાં લીટરે ૧ રૂપિયો અને ૮૦ પૈસાનો વધારો ઝીંકાયો છે, પ લીટર કેરોસીન મેળવતા પરિવારને આ માસથી ૯ રૂપિયાનો ડામ ઝીંકાશે.

કેરોસીનમાં સરકાર દર મહિને ભાવ વધારો કરી રહી છે, જાન્યુ-ર૦ર૧ થી જુલાઇ ર૦ર૧ સાત મહિનામાં તોતીંગ કહી શકાય તેમ લીટરે ૧૧ રૂપિયા વધી ગયા છે, આ વખતે ૪ હજાર કિલોલીટરની ફાળવણી ઓછી છે.

મહિનો

ફાળવણીનીટકાવારી

કુલ ફાળવણી

(કિ.લી.)

કેરોસીનનો દર

(લીટરે)

જાન્યુ.-ર૦ર૧

૯૬.૬૦%

૩૬૯

૩ર.૪૩

ફેબ્રુ. -ર૦ર૧

૯૮.૭૮%

૩૪૯

૩૪.૬૮

માર્ચ-ર૦ર૧

૯૮.૬૧%

૩૪૮

૩૭.૬૬

એપ્રિલ-ર૦ર૧

૭૦.ર૯%

ર૪૭

૩૯.૦૩

મે-ર૦ર૧

૬૯.૮૩%

ર૪૦

૩૯.૧૩

જુન-ર૦ર૧

૬૯.૭ર%

ર૩૯

૪૧.૭

જુલાઇ-ર૦ર૧

૬૮.૬૩%

ર૩પ

૪૩.પ

(4:01 pm IST)