Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

શહેરમાં બપોર સુધીમાં માત્ર ૧ કેસ

કુલ કેસનો આંક ૪૨,૭૪૯એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૧૯૫ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૭૦ ટકા થયોઃ હાલ ૮૬ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૭:   શહેરમાં આજ બપોર સુધીમાં કોરોનાનો ૧ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં માત્ર ૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૪૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૭૪૯  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૨૭૮૭  સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦૭  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૨૫ ટકા થયો  હતો.

આજ દિન સુધીમાં ૧૨,૦૮,૧૯૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૪૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૫૪ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૭૦ ટકા એ પહોંચ્યો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૮૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:57 pm IST)