Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

આર્થિક ભીંસથી કંટાળી ભાવેશભાઇએ શાસ્ત્રી મેદાનમાં ઝેરી દવા પી લીધી

પેલેસ રોડ પર રહેતાં પ્રોૈઢ પુત્ર સાથે શેરબજારની ઓફિસમાં કામ કરે છે

રાજકોટ તા. ૭: પેલેસ રોડ પર મનમંદિર એપાર્ટમેન્ટમાં રહેતાં ભાવેશભાઇ સૂર્યકાંતભાઇ ચોટાઇ (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢે સાંજે સાડા છએક વાગ્યે શાસ્ત્રી મેદાનમાં ઝેરી દવા પી લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનને જાણ કરતાં હેડકોન્સ. રવિભાઇ વાઘેલા તથા પ્રજ્ઞેશભાઇ નિવેદન લેવા પહોંચ્યા હતાં. પરંતુ ભાવેશભાઇ બેભાન હોઇ નિવેદન લઇ શકાયુ નહોતું. ભાવેશભાઇને સંતાનમાં બે પુત્ર છે. એક શેર બજારનું કામ કરે છે બીજો નોકરી કરે છે. સ્વજનોએ કહ્યા મુજબ કદાચ આર્થિક સંકડામણને કારણે તેમણે આ પગલુ ભર્યુ હોઇ શકે છે. ભાવેશભાઇ સંપુર્ણ ભાનમાં આવ્યા બાદ પોલીસ વિશેષ પુછતાછ કરી નિવેદન નોંધશે.

(1:07 pm IST)