Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

મોજશોખ માટે પ્રિન્સ અને મિત્રએ ર.પ૦ લાખની ચોરી કર્યાનું રટણ

યુનિવર્સિટી પોલીસે બંનેને પકડી રોકડ સહિત ર.૮૦ લાખની મત્તા કબ્જે કરી

રાજકોટ, તા. ૭ : યુનિવર્સિટી રોડ આલાપ એવન્યુ બ્લોક નં. એ-૯૭માં રહેતા અને મોરબીમાં ટાઇલ્સની ફેકટરી ધરાવતા નિરવભાઇ છગનભાઇ સોજીત્રા (ઉ.વ.૩૮)ના ઘરમાં ગત તા.પના રોજ અજાણ્યા શખસોએ મકાનમાં પ્રવેશ કરી રૂ.ર.પ૦ લાખ રોકડ ચોરી જતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી. આ બનાવ અંગે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે. દીયોરાની સૂચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. રબારી, હેડ કોન્સ. રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જેન્તીગીરી ગૌસ્વામી, પુષ્પરાજસિંહ, અજયભાઇ સહિત પેટ્રોલીંગમા હતાં ત્યારે બાતમીના આધારે પ્રિન્સ ભરતભાઇ ભલસોડ (ઉ.૧૯) (રહે. કુંભારવાડા શેરી નં.૧૪)ને અને સગીર મિત્રને પકડી લઇ પૂછપરછ કરતા બંનેએ આલાપ એવન્યુમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે બંને પાસેથી રૂ.ર.પ૦ લાખ રોકડા અને એકસેસ મળી રૂ.ર.૮૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

(4:13 pm IST)