Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

પરસાણાનગરમાં પૈસાની લેતી-દેતી મામલે મુસ્તાકની હત્યાના પ્રયાસમાં પની ધરપકડ

બશીર ખીયાણી, અલ્તાફ ખીયાણી, શબ્બીર ખીયાણી, સીકંદર કુરેશી અને મોહસીન મોટાણીને પ્રનગર પોલીસે દબોચ્યા

રાજકોટ, તા. ૬ : પરસાણાનગરમાં પૈસાની લેતી-દેતી મામલે સંધી યુવાન અને તેના મામા પર આઠ શખ્સોએ પાઇપથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનારા પાંચ શખ્સોને પ્રનગર પોલીસે પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ પરસાણાનગર શેરી નં. ૭માં રહેતા મુસ્તાક હુશેનભાઇ ખીયાણી ઉ.વ.રર) ગત તા.૪ના પોતાના ઘરે હતો ત્યારે બે-ત્રણ દિવસથી પૈસાની લેતી-દેતી બાબતે અલ્તાફ બશીરભાઇ ખીયાણી સાથે બોલાચાલી થયેલ હોઇ તે બાબતનો ખાર રાખી અલ્તાફ બશીરભાઇ ખીયાણી, બશીર ખીયાણી, અનવર હસનભાઇ ખીયાણી, અલ્તાફના કાકા શબ્બીર, કૌટુંબિક બનેવી મોહસીન, ઇસ્માઇલ ઉર્ફે ભુદર તેનો દીકરો સોહિલ અને સિકંદરે આવી ઝઘડો કરી અલ્તાફે ઉશ્કેરાઇને મુસ્તાકને માથાના ભાગે ધારીયાનો ઘા ઝીંકી દીધો હતો અને મુસ્તાકના મામા નુરમામદભાઇને માથામાં બશીરે લોખંડનો પાઇપ અને હુશેનભાઇને માથામાં પાઇપ ફટકારી દીધો હતો. આ બનાવ અંગે પ્રનગર પોલીસે મુસ્તાક ખીયાણીની ફરીયાદ પરથી ૮ શખ્સો સામે હત્યાની કોશિષ અને રાયોટની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઇ વી.એસ. વણઝારાએ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે પીઆઇ વી.એસ. વણઝારા તથા રાઇટર સંજયભાઇ દવે, વીરભદ્રસિંહ સહિતે પરસાણાનગર શેરી નં. ૭ના બશીર હસનભાઇ ખીયાણી (ઉ.વ.૪૯), અલ્તાફ બશીર ખીયાણી (ઉ.ર૪), શબ્બીર હસનભાઇ ખીયાણી (ઉ.૪૪), સીકંદર અનવરભાઇ કુરેશી (ઉ.૧૯) અને મોહસીન સલીમભાઇ મોટાણી (ઉ.વ.૩૦)ની ધરપકડ કરી હતી.

(4:12 pm IST)