Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

જિલ્લા બેંકમાં રાદડિયાની પેનલમાં જુનુ એટલું સોનું મુજબ પસંદગીઃ ૧૪ ઉમેદવારો નકકી

સ્વ. વિઠ્ઠલભાઇના એક દીકરા (જયેશ) રૂપાંતર વિભાગમાં બીજા દિકરા (લલિત) ખેતી વિભાગમાં :રાજકોટ બેઠકમાં ખંેચતાણઃ શીંગાળા, ગઢિયા, અને બે સખિયાના નામ

રાજકોટ તા. ૭ : જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં વર્તમાન શાસક જયેશ રાદડિયા જુથના લગભગ તમામ ડીરેકટરને ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તમામે ઉમેદવારો ગુરૂવારે ફોર્મ ભરશે જયેશ રાદડિયા પોતે રૂપાંતર વિભાગમાં લડશે તેની જગ્યાએ કંડોરણા ખેતીની બેઠકમાં તેના ભાઇ લલિત રાદડિયાને લડાવવાનું નકકી થયું છે. બપોર સુધીમાં ૧૭ પૈકી ૧૪ બેઠકના નામ નકકી થઇ ગયા છે. રાજકોટ તાલુકા, શરાફી વિભાગ ગ્રામ્ય, વાંકાનેર બેઠકના નામ સાંજ સુધીમાં જાહેર થઇ જશે. રાજકોટ તાલુકાની બેઠક માટેખેંચતાણ લાગે છે. વર્તમાન ડીરેકટર નથુભાઇ શીંગાળા, ઉપરાંત શૈલેષ ગઢિયા, ડી.કે. સખિયા અને વિજય સખિયાના નામ ચાલે છે. આખરી નિર્ણય જયેશ રાદડિયા પર છોડાયો છે. બેંકની લગભગ તમામ બેઠકો બીનહરીફ થઇ જશે જાહેરાત પૂર્વેના બેંકના નિશ્ચિત મનાતા ઉમેદવારો નીચે મુજબ છે.

બેઠક

ઉમેદવાર

કંડોરણા

લલિત રાદડિયા

ઉપલેટા

હરિભાઇ ઠુંમર

ધોરાજી

વિનુભાઇ વૈષ્ણવ

જેતપુર

ગોરધન ધામેલિયા

ગોંડલ

પ્રવિણ રૈયાણી

જસદણ

 અરવિંદ તાગડિયા

લોધીકા

વિરભદ્રસિંહ જાડેજા

પડધરી

ડાયાભાઇ પીપળિયા

મોરબી

મગનભાઇ વડવિયા

માળિયા

અમૃતભાઇ વીડજા

ટંકારા

દલુભાઇ બોડા,

શરાફી શહેર

 અરવિંદ તાળા

રૂપાંતર

જયેશ રાદડિયા

ઇતર

મગનભાઇ ધોણિયા

(4:10 pm IST)