Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

પ્રવિણભાઈ કોટકને હટાવો : ગુરૂવારે ગામે ગામ પ્રતિક ઉપવાસ આંદોલન

ચાઈનીઝ એપ્લીકેશન 'ઝૂમ'ના માધ્યમથી ગેરબંધારણીય રીતે બની બેઠેલા લોહાણા મહાપરિષદના પ્રમુખપદેથી દૂર કરો : સાણંદના શૈલેષ ઠક્કર કહે છે પ્રતિક ઉપવાસ આંદોલનમાં ૭૬ના નામ નોંધાયા પણ ૯મીએ ૧૦૧ લોકો પોતાના ઘરે જ રહી ઉપવાસ કરશે : સમાજની વિરૂદ્ધ થાય તે કોઈપણ સંજોગોમાં માન્ય નથી, રાજીનામુ આપો અન્યને તક આપો

રાજકોટ, તા. ૭ : લોહાણા મહાપરિષદના વિવાદ મામલે હવે સૌ કોઈ જાણે છે. પ્રમુખપદેથી શ્રી પ્રવિણભાઈ કોટકને હટાવવા વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે. ત્યારે તાજેતરમાં પ્રવિણભાઈએ ચાઈનીસ એપ્લીકેશન 'ઝૂમ'ના માધ્યમથી ગેરબંધારણીય રીતે લોહાણા મહાપરિષદના પ્રમુખપદે ફરીથી ખોટી રીતે બેસી ગયા છે. જેના વિરોધમાં આગામી ૯મીએ ગામેગામથી કુલ ૧૦૧ લોકો પોતાના ઘરે જ રહી પ્રતિક ઉપવાસ આંદોલન કરનાર છે.

આ અંગે સાણંદના શ્રી શૈલેષ ઠક્કરની પ્રેસ યાદી અહિં પ્રસ્તુત છે.

જય જલારામ, આપ સર્વે લોહાણા સમાજના લોકો જાણે છે કે શ્રી પ્રવિણભાઈ કોટકે હાલની આ કોરોના વાયરસની મહામારીમાં ચાઈનીઝ એપ્લીકેશન 'ઝૂમ'ના માધ્યમથી ગેર બંધારણીય રીતે નો રીપીટ લોહાણા મહાપરિષદના ખોટી રીતે બની બેઠેલા પ્રમુખ શ્રી પ્રવિણભાઈ કોટકનો વિરોધ સર્વે ગામેગામથી પોતાના ઘરે બેસીને પ્રતિક ઉપવાસ આંદોલન માટે સમાજની વિરૂદ્ધ તે સમાજને તથા અમોને કોઈપણ સંજોગોમાં માન્ય નથી. સમાજને અને એમને નવા પ્રમુખ જોઇએ છે. આપ છ માસ કે પછી પાંચ વર્ષ માટે આપની કોઇપણ સેવાની હવે સમાજને જરૂરત નથી. આપને વિનંતી છે કે આપ આપના પદેથી રાજીનામુ આપી દો અને નવા પ્રમુખ તરીકે નવા વ્યકિતને સેવા કરવાનો મોકો આપો. આ પ્રતિક ઉપવાસ તા.૯ જુલાઈને ગુરૂવારે સવારે ૯ થી સાંજે ૬ સુધી પોતાના ઘરે બેસીને કરવાના છીએ તથા આ કોરોનાની મહામારીમાં સરકારના નિયમોનું પાલન કરીને આ ઉપવાસ આંદોલન નીચે મુજબના લોહાણા સમાજના ભાઈઓ તથા બહેનો મારી સાથે ઉપવાસમાં બેસવાના છે. જેના નામોની યાદી આ મુજબ છે.

(૧) શૈલેષભાઈ નટવરલાલ ઠક્કર - સાણંદ (૨) અરવિંદભાઈ ઠક્કર - સાણંદ (૩) હસમુખભાઈ ઠક્કર - સાણંદ (૪) ભરતભાઈ ઠક્કર - સાણંદ (૫) ધ્રુવભાઈ ઠક્કર - સાણંદ (૬) ડોકટર નાનજીભાઈ ખીમજીભાઈ થાણેવાલા - થાણે (૭) મગનભાઈ ખીમજીભાઈ ઠક્કર થાણે વાલા - થાણે (૮) મીનાબેન એમ. ઠક્કર - થાણે, (૯) અરવિંદભાઈ ઠક્કર - થાણે (૧૦) વિભૂતિ એમ. ઠક્કર - થાણે (૧૧) હરેશભાઈ કે. ઠક્કર - થાણે (૧૨) મોજાક એ. ઠક્કર - થાણે (૧૩) ડોકટર રક્ષાબેન વિરાણી - થાણે (૧૪) નવીનભાઈ કે. ઠક્કર - થાણે (૧૫) દિપકભાઇ સુચક - નાગપુર (૧૬) હરેન્દ્રભાઈ તન્ના - નાગપુર (૧૭) શશીકાંતભાઈ ભુરાભાઈ ઠક્કર - રાપર (૧૮) નીકીતાબેન એમ. ઠક્કર - થાણે (૧૯) નંદલાલભાઈ અનમ - મુલુન (૨૦) મુકેશભાઈ એમ. ઠક્કર - થાણે (૨૧) પરેશભાઈ એન. ઠક્કર - થાણે (૨૨) દિલીપભાઈ માધવજીભાઈ ઠક્કર - પુણે (૨૩) ભરતભાઈ નંદલાલભાઈ ઠક્કર - મુલુંન (૨૪) શાંતિલાલ માધવજી અનમ - પુણે (૨૫) લાલજીભાઈ માવજીભાઈ અનમ - પુણે (૨૬) જેઠાભાઈ માધવજીભાઈ - પુણે (૨૭) દિલીપભાઈ માધવજીભાઈ - પુણે (૨૮) પ્રભુદાસભાઈ કે. ઠક્કર - પુણે (૨૯) મહેન્દ્રભાઈ બી. ઠક્કર - પુણે (૩૦) છગનભાઈ જે. ઠક્કર - પુણે (૩૧) ભારતીબેન ઠક્કર - પુણે (૩૨) અરવિંદ ઠક્કર - સરા (૩૩) આશિષભાઈ પરસોતમભાઈ પુંજારા - પાટણ (૩૪) નવીનભાઈ નટવરલાલ કારીયા - ખોરવડા (૩૫) રાકેશભાઈ કીર્તીભાઈ પૂજારા - ખોરાવડા (૩૬) અતુલભાઈ દામજીભાઈ પૂજારા - પાટડી (૩૭) હાર્દિકભાઈ અનિલભાઈ ઠક્કર - પાટડી (૩૮) ભાવેશભાઈ જગદીશભાઈ પૂજારા - પાટડી (૩૯) મોન્ટુભાઈ રાજુભાઈ ઠક્કર - પાટડી (૪૦) હિતેશભાઈ ભરતભાઈ પૂજારા - સુરેન્દ્રનગર (૪૧) હિમાંશુ ભરતભાઈ પૂજારા - સુરેન્દ્રનગર (૪૨) હાર્દિકભાઈ ચાંદરાના - રાજકોટ (૪૩) નીશીતભાઈ જીવાણી - રાજકોટ (૪૪) ભવ્યભાઈ જીવાણી - રાજકોટ (૪૫) ખેમચંદ ઠક્કર - નાગપુર (૪૬) આનંદભાઈ વજાણી - નાગપુર (૪૭) હેમચંદભાઈ કોઠારી - નાગપુર (૪૮) કાંતિલાલ કટારીયા - નાગપુર (૪૯) રાધેશ્યામભાઈ જોબનપુત્રા - નાગપુર (૫૦) ગોપાલભાઈ ભગદેવ - આકોલા, (૫૧) નારણભાઈ લાખાણી - આકોલા, (૫૨) રમેશભાઈ રાજા - મુંબઈ (૫૩) શાંતિભાઈ નાગ્રેચા - જલગાવ (૫૪) ગોપાલભાઈ સરસીયા - વર્ધા, (૫૫) બીપીનભાઈ કોઠારી - મલકાપુર (૫૬) કમલેશભાઈ રાજા - અમરેલી (૫૭) યોગેશભાઈ વિઠ્ઠલાણી - મુંબઈ (૫૮) ભગવાનભાઈ ઠક્કર - મુંબઈ, કાલવા (૫૯) બીપીનભાઈ લાખાણી - રાજા - દેરા, (૬૦) સુરેશભાઈ લાખાણી - મીરા રોડ (૬૧) નવીનભાઈ ચોટાઈ - પુણે (૬૨) અશોકભાઈ પર્ષનાની - રાયપુર, (૬૩) દિલીપભાઈ લાખાણી - દુર્ગા (૬૪) કિશોરભાઈ રાજા - જૂનાગઢ (૬૫) રાજેશભાઈ ભોજાણી - રાજકોટ (૬૬) હિંમતલાલ શાંતિલાલ ઠક્કર - પોંદા (ભાવનગર) (૬૭) નથુલાલ મેઘજીભાઈ ઠક્કર - હમીરપર (કચ્છ) (૬૮) પ્રભુલાલ હરજીવનભાઈ ઠક્કર - ભુજ (૬૯) સુરેખાબેન કાનજીભાઈ ઠક્કર - ગાંધીગ્રામ (૭૦) ભરતભાઈ પ્રભુદાસભાઈ ઠક્કર - ભુજ (૭૧) મોહનભાઈ ઠક્કર - ભુજ (૭૨) મહેશભાઈ વાલજીભાઈ ઠક્કર - સુખપર, (૭૩) નિરવભાઈ શંકરભાઈ ઠક્કર - ભુજ (૭૪) હીરાભાઈ વાલજીભાઇ ઠક્કર - ભુજ (૭૫) ચંદુભાઈ બી. ઠક્કર - ભુજ (૭૬) નયનાબેન હરજીવનભાઈ ઠક્કર - ભુજ.

આ ઉપવાસ આંદોલનમાં કુલ ૧૦૧ લોકો જોડાનાર હોવાનું શૈલેષભાઈએ જણાવેલ. આ પ્રતિક ઉપવાસ આંદોલનમાં જેમને બેસવુ હોય તે શૈલેષભાઈ નટવરલાલ ઠક્કર - સાણંદનો મો. ૭૮૧૯૦ ૦૭૫૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:08 pm IST)