Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ગુજરાતની અદાલતમાં લાખોની સંખ્યામાં ચાર્જશીટ અને ચેકરિટર્ન ફરિયાદો રજીસ્ટરે ચડાવવા હાઇકોર્ટને પત્ર

ચીફ જસ્ટીશશ્રીને પત્ર પાઠવીકોર્ટોમાં કાર્યવાહી કરાવવા દિલીપ પટેલની રજુઆત

રાજકોટ,તા.૭: બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન દીલીપ પટેલે ગુજરાતના ચીફ જસ્ટીસને એક પત્ર લખી અને ગુજરાતમાં ૨૫/૩/૨૦થી કોર્ટોનું કાર્ય બંધ હોય માત્ર અરજન્ટ કામો થતા હોય લોકડાઉનના પરીણામે નેગોસીયેબલની ફરીયાદી દાખલ થતી નથી અને પોલીસ સ્ટેશનના ફોજદારી કેસો નોંધવામાં આવતા નથી.

ગુજરાત રાજ્યમાં પોલીસ સ્ટેશનોના ફોજદારી કેસો તથા નેગોસીયેબલની ફરીયાદો ખુબ જ મોટા પ્રમાણમાં ભરાવો થઇ ગયેલ છે. આ બંને ખાલી કોર્ટોના રજીસ્ટ્રરે ચડાવમાં આવે તો પણ ૨ થી ૬ મહીના રજીસ્ટ્રરમાં ચડાવતા સમય લાગે તેમ છે. હાલમાં સ્ટાફ નવરો છે તેમને બોલાવી અને રજીસ્ટ્રરોમાં નોંધણી કરવાનું શરૂ કરવું જોઇએ. તે પ્રક્રિયામા માણસો ભેગા થવાનો ભય નથી.

હાલમાં કોર્ટો કયારે ખુલે તે નકકી નથી કોર્ટોના તમામ સ્ટાફ બેઠા બેઠા પગાર મેળવે છે. તેથી હાલના સમયમાં બેંક, ફાયનાન્સ, કોર્પોરેટ સેકટર તથા સેમી કોર્પોરેટ સેકટરો દ્વારા કરવામાં આવતી નેગોસીયેબલની ફરીયાદો પ્રમાણમાં મોટા પ્રમાણમાં દાખલ થશે અને લોકડાઉન દરમ્યાન પણ નેગોસીયેબલની ફરીયાદી દાખલ કરવા માટે પેન્ડેન્સી ઘણી જ વધારે હશે તેમ દીલીપ પટેલે જણાવેલ હતું.

કોર્ટોના કર્મચારીને બોલાવી આ ચાર્જશીટ ચડાવવામાં પબ્લિક ભેગુ થવાનું નથી તેવા કામ શરૂ કરવા જોઇએ અને જ્યુડી મેજીસ્ટ્રો દ્વારા નેગોસીયેબલની ફરીયાદો નોટરી પાસે સોગંદનામુ લઇ બરચ્યુલ (આભાસી-ઇફાઇલીંગ) રજીસ્ટ્રાર સમક્ષ કરી શકાય અને ભવિષ્યમાં પડનારી મુશ્કેલી નીવારી શકાય અને રજીસ્ટ્રરે ચડી શકે અને કેસને લગત ડોકયુમેન્ટને વેરીફીકેશન કરી પુર્તતા કરી કેસ નંબર પડી શકે તેમ છે.

લોકડાઉનના બે લાખથી વધુ કેસો ગુજરાત નોંધાયેલ છે. મને ગવર્નમેન્ટ વિડ્રો (પરત ખેંચશે) તો પણ કોર્ટોમાં રજીસ્ટ્રરે ચડાવવા પડશે. આ ધ્યાને લઇને યોગ્ય આદેશ કરવામાં આવે તેવો પત્ર ચીફ જસ્ટીસને દીલીપ પટેલે લખેલ હતો.

(3:21 pm IST)