Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

લૂંટ, ચોરી, મારામારી અને જુગારના ગુનામાં સામેલ મહંમદ ઉર્ફે માળી પાસામાં ધકેલાયો

રાજકોટ,તા.૭: શહેરના અલગ અલગ વિસ્તારમાં અને ગોંડલમાં લૂંટ, ચોરી, મારામારી અને જુગાર સહિતના અનેક ગુનામાં સામેલ મુસ્લિમ શખ્સને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ માલળીયા નગર, એ ડીવીઝન, પ્રનગર, યુનિવર્સિટી ભકિતનગર અને ગોંડલ સીટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ઘરફોડ ચોરી, લૂંટ, મારામારી અને જુગાર સહિતના અનેક ગુનામાં સામેલ મહંમદ ઉર્ફે માળી યુસુફચાઇ સમા (ઉવ.૨૨) (રહે.જામનગર રોડ બજરંગ વાડી મોચીનગર શેરી નં.૧)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખના પીઆઇ એન.કે.જાડેજા, રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, અજયભાઇ શુકલા,ઇન્દ્રનજીતસિંહ સીસોદીયા અને રાહુલગીરી ગોસ્વામીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા તાલુકા પોલીસ મથકના જે.વી.ધોળા તથા પીએસઆઇ એન.ડી.ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હડકોન્સ. વિજયગીરી, ભગીરથસિંહ, અરજણભાઇ, મનીષભાઇ, હર્ષરાજસિંહ તથા છત્રપાલસિંહ સહિતે મહંમદ ઉર્ફે માળી સમાની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલી દીધો હતો. મહંમદ ઉર્ફે માળી અગાઉ ત્રણ વખત પાસામાં જઇ ચુકયો છે.

(3:20 pm IST)