Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

યુનિવર્સિટી રોડ પર 'મા સુપર માર્કેટ'નો મંગલ પ્રારંભ

ધર્મેન્દ્ર રોડ પરના સાત દાયકા જુના વસંત સ્ટોર ગ્રુપ દ્વારા હવે નવા સાહસરૂપે

રાજકોટ : વસંત સ્ટોર ગ્રુપવાળા શાહ પરિવાર દ્વારા નવા સાહસરૂપે યુનિવર્સિટી રોડ પર 'મા સુપર માર્કેટ' નો મંગલ પ્રારંભ થયેલ છે. 'કુંદન', જલારામ પ્લોટ-૧, સ્ટ્રીટ નં. ૪, રેઇન્બો હોસ્પિટલ પાછળ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે શરૂ કરાયેલ આ સુપર માર્કેટમાં ગ્રોસરી, કોસ્મેટીકસ, ચોકલેટ, કેક મટીરીયલ્સ, અમુલ પ્રોડકટસ, બીસ્કીટસ, સ્પ્રે, ડીઓ સ્પ્રે સહીતની વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ છે. અહીં ઉલ્લેખનીય છે કે મુળ સુરેન્દ્રનગરના અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર અમ્રતલાલ લક્ષ્મીચંદ શાહએ આજથી ૭૦ વર્ષ પહેલા ધર્મેન્દ્રરોડ પર વસંત સ્ટોરનો પ્રારંભ કર્યો હતો. બાદમાં વસંતભાઇ અમ્રતલાલ શાહે વ્યવસાય સંભાળ્યો અને સ્કુલ યુનિફોર્મ અને સીઝનલ વસ્તુઓના વેંચાણ દ્વારા વસંત સ્ટોર ગ્રુપે ભારે ખ્યાતિ મેળવી તી. હવે ત્રીજી પેઢીએ કલ્પેશભાઇ વસંતભાઇ શાહ, રાકેશભાઇ વસંતભાઇ શાહ (મો.૯૮૨૪૫ ૬૦૯૪૪), પંકજભાઇ વસંતભાઇ શાહે આ વ્યવસાયને વિસ્તારી રાજકોટના યુનિવર્સિટી રોડ પર આલીશાન જગ્યામાં 'મા સુપર માર્કેટ' નો મંગલ પ્રારંભ કરતા ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. આ સ્ટોરનું મંગલ દીપપ્રાગટય તાજેતરમાં જ સાંસદ તરીકે ચુંટાઇ આવેલ સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી શ્રી અભયભાઇ ભારદ્વાજ અને અલ્કાબેન તથા સૌરાષ્ટ્ર રાજકોટના ભાજપ અગ્રણી શ્રી નિતિનભાઇ ભારદ્વાજ અને વંદનાબેનના હસ્તે કરવામાં આવેલ. આ મંગલ અવસરે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટરો સર્વશ્રી દલસુખભાઇ જાગાણી, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, પુષ્કરભાઇ પટેલ, મનીષભાઇ રાડીયા, અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન, દેવાંગભાઇ માંકડ, મનુભાઇ વઘાસીયા, નીતાબેન વઘાસીયા, અંશ ભારદ્વાજ, રઘુભાઇ ધોળકીયા, ભુપતભાઇ વગેરે અને સગા સ્નેહીઓ અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

(3:13 pm IST)