Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

રાષ્ટ્રીય - રાજ્યકક્ષાએ રાજકોટના તરવૈયાના ધુબાકા

રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ સ્વીમીંગ સ્પર્ધામાં ચેમ્પિયનશીપ મળેલ સ્વિમરો તથા પસંદગી પામેલ સ્વિમરોને શુભેચ્છા પાઠવતા ડો. જૈમન ઉપાધ્યાય - પુષ્કર પટેલ

રાજકોટ તા. ૭ : તાજેતરમાં ગુજરાત રાજય સ્વીમીંગ, ડાઈવિંગ, વોટરપોલો ચેમ્પિયનશીપ-૨૦૧૮ અમદાવાદ ખાતે યોજાયેલ હતી. જેમાં રાજકોટના જુદા જુદા સ્વીમાંરોએ ભાગ લીધો હતો. તે પૈકી ગ્રુપ-૧ ભાઈઓમાં શ્રી હેમરાજ પટેલને ચેમ્પિયનશીપ મળેલ છે. તેમજ પ્રથમ વખત રાજયમાંથી રાષ્ટ્રીય કક્ષાએ જુદા જુદા ગ્રુપના કુલ સાત ખેલાડી પ્રતિનિધિત્વ માટે પસંદગી પામેલ છે. હેમરાજ પટેલ, કરણ રાઉત,  આયુશ બરાસરા, ધ્રુવ ટાંક, રિપ્સા જાની, વિદા જાની, માનસ માકડીયા સહિત સાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સ્વિમરો પૈકી પુનીક નાગર, હેમરાજ પટેલ, કારણ રાઉન, કૃણાલ ગોસ્વામી, રાઘવ સોનછાત્રા, વ્યોમ જોષી, રૂદ્ર જોષી, કરણ સગપરીયા, કુલદીપ નારીગરા, આયુશ બરાસરા, માનસ માકડિયા, વેદ ચનવાણી, ક્રિષ્ના કાલોદ્રા, ધ્રુવ ટાંક, સૌર્યરાજસિંહ, જય કકકડ, બહેનોમાં રિપ્સા જાની, વિશ્વા પરમાર, કૃષા કકકડ, પરી ગઢીયા, વિદા જાની, પ્રિસા ટાંક, રુચિતા ગોસ્વામી, રિયા ડોડીયા, નિષ્ઠા પંડ્યા, હેતવી પટેલ, બાસુરી મકવાણા વિગેરે એ રાજયકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ છે.

વિશેષમાં વોટરપોલોમાં (૧) આર્યન જોષી (૨) રૂદ્ર જોષી (૩) જીત બોરડ (૪) વિનાયક જેશ્વાલ (૫) પ્રતિક નાગર(૬) રાજ મોલીયા (૭) જવન તન્ના (૮) માધવ (૯) દિન પટેનાની ટીમ ચેમ્પિયન બનેલ છે.

આ તમામ ખેલાડીઓને (૧) નિમિશ ભારદ્વાજ (૨) સાવન પરમાર (૩) સાગરભાઈ કકકડ (૪) જય લોઢીયા (૫) અમિત સોરઠીયા વિગેરેએ કોચિંગ આપેલ અને તેના માર્ગદર્શક તરીકે સ્નાનાગાર સંચાલક બંકિમ જોષી સહિતના કોચએ પૂરતું માર્ગદર્શન આપેલ.

આ તમામને મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે આ તમામ સ્વિમરોને શુભકામના પાઠવી હતી. અને તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોચે અને પોતાના ક્ષેત્રમાં ખુબ જ આગળ વધે તેવા આશીર્વચન પાઠવ્યા હતા.

(4:32 pm IST)
  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જાહેર :મહેસાણામાં 14મી જૂન,કડી નગરપાલિકામાં 13મી જૂન,અને ઊંઝા તેમજ વિસનગર નગરપાલિકાની 11મી જૂને ચૂંટણી યોજાશે : પ્રમુખપદ માટે ચૂંટણી અઢી વર્ષના બીજા તબક્કા માટે યોજાશે ચૂંટણી access_time 1:19 am IST

  • પ્લાસ્ટિકની બોટલ્સ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશો તો રિટર્નમાં મળશે 1 રૂપિયો: પાણી, ઠંડા પીણા સહિતની પોલિથિલિન ટેરેફ્થાલેટ (PET)- પ્લાસ્ટિક બોટલ્સના રિસાયકલિંગ માટે રાજ્યભરમાં રીવર્સ વેન્ડિંગ મશીન (RYM) લગાવાશે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત access_time 1:16 am IST