Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

દિકરાનું ઘર વૃધ્ધાશ્રમનું સંચાલન દિમાગથી નહિ દિલથી થાય છેઃ નમ્રમુનિ મહારાજ

ઢોલરામાં જૈન સંતની મંગલવાણીઃ વૃધ્ધાશ્રમોના સંચાલકોને સેમિનાર યોજવા સૂચન

 

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત 'દિકરાનું ઘર' વૃધ્ધાશ્રમની મુલાકાતે શ્રી નમ્રમુનિ મહારાજ અને અન્ય સંતો-સાધ્વીજીઓ પધારેલ. તેમણે મંગલવાણીનો લાભ આપ્યો હતો. આશ્રિત વડીલો સાથે વાર્તાલાપ કર્યો હતો. સંસ્થાવતી મુકેશ દોશી, અનુપમ દોશી, ઉપેન મોદી વગેરેએ તેમને આવકાર્યા હતા. ઉપરોકત તસ્વીરો તેમની મુલાકાત વેળાની છે.

રાજકોટ તા.૭: સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આર.ડી. ગારડી ''દિકરાનું ઘર'' વૃધ્ધાશ્રમ ઢોલરાના ૨૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જૈન સાધુ સંતોના મંગલ પગલા થયા. ગુજરાત રત્ન પૂ. સુશાંતમુની મ.સા., રાષ્ટ્રસંત દિક્ષા દાનેશ્વરી પૂ. ગુરૂદેવ નમ્રમુની મ.સા. જ્ઞાનાભ્યાસી પૂ. પિયુષમુની મ.સા., પૂ. ચેતનમુની મ.સા. અને વિરલપ્રજ્ઞા પૂ. વિરમતીબાઇ મહાસતીજી, મોટી સંખ્યામાં સાધ્વીવૃંદ તથા નવદિક્ષિત સાધ્વીજીઓ સાથે રાજકોટની ભાગોળે આવેલું ''દિકરાનું ઘર'' વૃધ્ધાશ્રમ ખાતે મંગલ પદાર્પણ કર્યુ.

સંસ્થાના મોભીઓ મુકેશભાઇ દોશી, સુનીલભાઇ વોરા, ઉપેનભાઇ મોદી એ વધુમાં જણાવ્યું કે આ સમાચારથી અમોને અમારી સંસ્થા ધન્ય ધન્ય થઇ ગઇ. પૂ. રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુની મ.સા. આદી ઠાણા તથા સાધ્વવૃંદોનું ૮ કિલોમીટર દૂરથી સાથે વિહાર કરી સંસ્થાના સંચાલકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દિકરાના ઘર વૃધ્ધાશ્રમ પરીસર ''ગુરૂદેવ અમારો અતંર્નાદ અમને આપો આશીર્વાદ'' થી ગાજી ઉઠયું. છેલ્લા વીસ વર્ષથી સંસ્થા જે કાર્ય કરી રહી છે તેની માહિતી સંસ્થાનાઅનુપમભાઇ દોશી, હસુભાઇ રાચ્છ, નલીન તન્ના, કિરીટભાઇ પટેલ, પોપટભાઇ પટેલ અન્યોએ આપી. જેનાથી ગુરૂદેવ નમ્રમુની મ.સા. ખુબ જ પ્રભાવિત થયા અને તેમનાં મુખમાંથી સુવર્ણ અક્ષરરૂપી શબ્દો સરી પડયા. ''શ્રેષ્ઠ અતિશ્રેષ્ઠ એટલે દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ''

કાર્યક્રમની શરૂઆત ગુજરાત રત્ન પૂ. સુશાંતમુની મ.સા. ના મુખેથી મંગલાચરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ગુરૂદેવોનું ભાવથી ઉમળકાથી સ્વાગત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશભાઇ દોશીએ કર્યુ. રાષ્ટ્રસંત પૂ. નમ્રમુની મ.સા. પોતાની વાણીમાં જણાવેલ કે સમગ્ર ભારતભરમાં વિહાર કરતા અસંખ્ય સંસ્થાઓની મુલાકાત લેવાનું થયું છે. સંતો અને સાધ્વીજીઓ જયારે સામેથી સંસ્થાની મુલાકાત લેવાની ઇચ્છા પ્રદર્શિત કરે તેવી સંસ્થા ફકત આંગણીના વેઢે હોય છે. તેમાંની એક સંસ્થા કે જેમાં અમને આવવાનું મન થયું છે. ''દિકરાનું ઘર'' વૃધ્ધાશ્રમ વિશે અમે ઘણું સાંભળ્યું હતું. અને વાંચ્યું પણ હતું પણ આજે જયારે અમો પ્રત્યક્ષ સંસ્થાની અંદર આવ્યા છીએ ત્યારે આ સંસ્થાના સંચાલકો અને કાર્યકરો દ્વારા મગજથી ચાલતી પણ નથી પણ દિલથી તેનું સંચાલન થાય છે. ખરેખર આટલુ અદભૂત અને ઘર કરતા પણ વિશેષ સુવિધાઓ ધરાવતું અને કોઇપણ જાતનાં નાતજાતના ભેદભાવ વગર સમાજરૂપી દિકરા બની માવતરોની પાછોતરી જીંદગીને શાંતિ અને શાતા આપવાનું કાર્ય આ મુકેશભાઇ દોશી અને તેમની ટીમ કરી રહી છે આ તકે અમો પ્રેરણા કરીએ છીએ કે ભારતભરની આ જાતની સંસ્થાઓના સંચાલકોને આમંત્રિત કરી અને એક સેમીનારનું આયોજન કરો અને સંસ્થાનો વહીવટ તેની પારદર્શકતા અને દિલથી જોડાયેલા સંબંધો લોકો સમક્ષ મુકી અન્ય સંસ્થાઓને વિકાસ કરવાનું પ્રેરકબળ મળશે. આ પ્રસંગે વિરલપ્રજ્ઞા પૂ. વિરમતીબાઇ મહાસતીજીએ પોતાની વાણીમાં જણાવ્યું હતું કે અમોને પણ ઘણા સમયથી આ સંસ્થાની મુલાકાત લેવાનું મન હતું પણ ગુરૂદેવનસ સાથોસાાથ અમોને પણ આ લાભ મળ્યો. તેમણે સંસ્થાના સંચાલકોને આશીર્વાદ સહ અભિનંદન પાઠવ્યા.

કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સલાહકાર સમિતિના સભ્ય ઉપેનભાઇ મોદીએ કરેલ હતું અને અભારવિધિ સંસ્થાના ટ્રસ્ટી અનુપમભાઇ દોશીએ કરેલ હતી. તે જ દિવસે સાંજે રાષ્ટ્રસંત પૂ. નમ્રમુની મ.સા. સંસ્થામાં આશ્ચર્ય પામતા ૫૪ વડીલો અને માવતરો સાથે વન ટુ વન વાર્તાલાપ કર્યો. આ પ્રસંગે તેમને માવતરોને જણાવ્યું કે આજે જે પરિસ્થિતિ ઉભી થઇ છે અને પરિવારથી વિખુટા પડવાના સંજોગોને કારણે તમારે અહી આશરો લેવો પડયો છે તેની પાછળનું કારણ તમારા પરિવારની, તમારા પ્રત્યેની લાગણીના કનેકશન અને પ્રેમનો અભાવ નથી પણ કર્મના ઉદયથી થોડા સમય માટે તમે તેનાથી વંચિત રહો છો અથવા તેનો વિયોગનો ઉદય થયો છે.

ગુરૂદર્શન માટે જૈન સમાજનાં અગ્રણીઓ નટુભાઇ શેઠ, જીતુભાઇ બેનાણી, પ્રવિણભાઇ કોઠારી, ઇશ્વરભાઇ દોશી, ચંદ્રકાંતભાઇ શેઠ, હરેશભાઇ વોરા, સતીષભાઇ મહેતા, મનસુખભાઇ સુવાગીયા, ડી.વી. મહેતા, પ્રતાપભાઇ પટેલ, અમીનેષ રૂપાણી, નિલેશ શાહ, અનીલભાઇ શાહ, અનીલભાઇ દેસાઇ, કમલેશભાઇ શાહ, જયંતભાઇ ભરવાડા, શિરીષભાઇ બાટવીયા, કિશોરભાઇ કોરડીયા, સી.પી. દલાલ, પરેશભાઇ સંઘાણી, મનોજભાઇ ડેલીવાળા, વસંતભાઇ કામદાર, સુશીલભાઇ ગોડા, મધુભાઇ શાહ, મધુભાઇ ખંધાર, કમલેશભાઇ મોદી, પ્રતાપભાઇ વોરા, ભરતભાઇ દોશી, હિતેનભાઇ અજમેરા, હિતેષભાઇ મહેતા, મહેશભાઇ મહેતા, વસંતભાઇ મહેતા, મિલનભાઇ મીઠાણી, રાજુભાઇ શેઠ, અશ્વિનભાઇ મહેતા, અશોકભાઇ મોદી, તેજસભાઇ ગાંધી, જગુભાઇ દોશી, જીતુભાઇ અદાણી, વી.પી. વૈષ્ણવ, પત્રકાર વિમલભાઇ ધામી, ભાવેશભાઇ શેઠ, અજયભાઇ શેઠ, જયેશભાઇ દોશી, નરેન્દ્રભાઇ દોશી, હિતેષભાઇ બાટવીયા, કોૈશિકભાઇ વિરાણી, અલ્પેશભાઇ મોદી, તુષારભાઇ મહેતા, સેતુરભાઇ દેસાઇ, ડો. અમીત હપાણી, સુજીતભાઇ ઉદાણી, મયુરભાઇ શાહ, નિલેશભાઇ ભાલાણી તથા મીલનભાઇ કોઠારી, ધીરેનભાઇ ભરવાડા, રાજીવભાઇ ઘેલાણી, આ ઉપરાંત જીવદયા ગ્રુપના રમેશભાઇ દોમડીયા, હેમાબેન મોદી, ઉપરાંત હિતેશભાઇ દોશી, પારસ મોદી, વિરેન્દ્ર સંઘવી, આરતીબેન દોશી, ગોંડલ સંઘના હોદેદાર તથા મુંબઇ અને અન્ય સંઘના હોદેદારો અને સોૈરાષ્ટ્રના અન્ય સંઘના હોદેદારો, અર્હમ ગ્રુપ પાર્લા મુંબઇ તથા રાજકોટનાં સભ્યો ઉપસ્થિત રહયા હતા.

(4:32 pm IST)
  • મોડીરાત્રે પૂર્વ કાશ્મીરમાં 5,1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ access_time 1:10 am IST

  • પ્લાસ્ટિકની બોટલ્સ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશો તો રિટર્નમાં મળશે 1 રૂપિયો: પાણી, ઠંડા પીણા સહિતની પોલિથિલિન ટેરેફ્થાલેટ (PET)- પ્લાસ્ટિક બોટલ્સના રિસાયકલિંગ માટે રાજ્યભરમાં રીવર્સ વેન્ડિંગ મશીન (RYM) લગાવાશે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત access_time 1:16 am IST

  • આવતા ૭૨ કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી access_time 12:33 pm IST