Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

મા-બાપ વગરની ગરીબ દિકરીઓના શાહી લગ્નની તૈયારીઃ શનિવારે ઢોલરામાં મીટીંગ

'દિકરાનું ઘર' યોજે છે 'વ્હાલુડીના વિવાહ': ૧૧ શ્રેષ્ઠીઓનું માર્ગદર્શન ૧૦૮ કાર્યકરોની ટીમ કાર્યરત

રાજકોટ તા.૭: આગામી તા. ૨૯-૩૦ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ આર્થિક પછાત મા-બાપ વિહોણી દિકરીઓને હરખના  હસ્તાક્ષર કરીને સમૃધ્ધ આણું અર્પણ કરી તેમના વિવાહ સંપન્ન કરવા ''દિકરાનું ઘર'' વૃધ્ધાશ્રમ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. રાજકોટ શહેરના વિવિધ ક્ષેત્રોના સફળ મહાનુભાવોના નેતૃત્વ નીચે સંપૂર્ણ આયોજન થઇ રહયું છે.

 સમાજશ્રેષ્ઠીઓ મોૈલેશભાઇ ઉકાણી, જીતુભાઇ બેનાણી, મનીષભાઇ માદેકા, સુરેશભાઇ નંદવાણા, હરિષભાઇ લાખાણી, ખોડુભા જાડેજા, વિઠ્ઠલભાઇ ધડુક, વલ્લભભાઇ સતાણી, ધીરૂભાઇ રોકડ, કિરીટભાઇ આદ્રોજા, સુનીલભાઇ મહેતા સહિતના મહાનુભાવો સમગ્ર આયોજનના સારથી રહેશે.

''દિકરાનું ઘર'' વૃધ્ધાશ્રમની સેવાભાવી ટીમ મુકેશભાઇ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, પ્રતાપભાઇ પટેલ, ઉપેદ મોદી, ચંદુભાઇ શાહ, હસુભાઇ રાચ્છ, હરેશભાઇ પરસાણા, પ્રવિણભાઇ ગોસ્વામી, કિરીટભાઇ પટેલ, ભાવેશભાઇ પટેેલના નેતૃત્વ નીચે સમગ્ર વ્યવસ્થાને ઓપ આપવા ૧૦૮ ચુનંદા સેવા ભાવી સ્વયંસેવકોની ફોજ બનાવવામાં આવી છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા સ્વયં સેવકોને સમાવેશ કરવામાં આવ્યો છે.

તા. ૯/૬ ને શનિવારે સાંજના ૬ થી ૯ ''દિકરાનું ઘર'' વૃધ્ધાશ્રમમાં આવેલ સ્વ. મોહનભાઇ સતાણી ઓડીટોરીયમમાં પ્રથમ બેઠક યોજાશે. આ ૧૦૮ ની ટીમમાં જેમનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવા કાર્યકર્તાઓ હિતેભાઇ અજમેરા, અશ્વિનભાઇ પટેલ, આશિષભાઇ વોરા, અરવિંદભાઇ મહેતા, શૈલેષભાઇ જાની, જીતુભાઇ ગાંધી, સખતસિંહ રાઠોડ, મહેશ ભટ્ટી, ડો. પ્રતિક મહેતા, શૈલેષ દવે, પ્રવિણ હાપલીયા, કેતન ેમેસવાણી, સાવન ભાડલીયા, રમેશભાઇ ઢોલરીયા, પ્રદિપભાઇ શાહ, કિરેન છાપીયા, ઉપીન ભીમાણી, રાજેશભાઇ ભાલાળા, હરીશભાઇ હરીયાણી, હિતેષભાઇ માવાણી, હસુભાઇ શાહ જીજ્ઞેશ પુરોહિત, વિજયભાઇ કારીયા, મહેશ જીવરાજાની, હાર્દિક દોશી, શ્રેયાંસ મહેતા, તુષાર પટેલ, પરેશ માંડવીયા, ચેતન મહેતા, રામભાઇ કોટેચા, પ્રનંદ કલ્યાણી, વિજય બાબરીયા, અશોક રાયચુરા, સંદિપ સખીયા, પ્રશાંત મહેતા, પ્રવિણભાઇ નિમાવત, ભાગ્યેશ વોરા, સુનીલ દામાણી, હર્ષ ભરાડ, નિલેષ કોઠારી, હર્ષદ મહેતા, ધીરજભાઇ ટીલાળા, શુભમ અંબાણી, જયેન્દ્ર મહેતા, પરીમલભાઇ જોશી, પારસ મોદી, વિનુભાઇ વોરા, ધર્મેશ તન્ના, યોગેશભાઇ કલ્યાણી, કમલેશભાઇ દેસાઇ, સંજય દુધાગ્રા, સુભાષભાઇ સાવલીયા, વિમલભાઇ પાણખાણીયા, ભાવેશભાઇ પોપટ, વિજયભાઇ ટીલાળા, સાવન વોરા, યોગેશ પારેખ, આર.ડી. જાડેજા ઉપરાંત રાજુભાઇ પટેલ, જયેશભાઇ ચોૈહાણ, હરેશભાઇ પરમાર, હિતેષ દોશી, ભરતભાઇ ગોરડીયા, ડો. ભાવના મહેતા, ચેતના પટેલ, નીશા મારૂ, અલ્કા પારેખ, અરૂણા વેકરીયા, કાશ્મીરા દોશી, પ્રિતિ વોરા, કલ્પનાબેન દોશી, કલાબેન પારેખ, છાયાબેન મહેતા, ગીતાબેન પટેલ, અંજુબેન સુતરીયા, રૂપા વોરા, સ્વાતિબેન જોશી, કિરણબેન વડગામા, રાજીબેન જીવાણી, સંધ્યાબેન આદ્રોજા, વર્ષાબેન આદ્રોજો, ફાલ્ગુનીબેન કલ્યાણી, બીનાબેન મોદી, પુષ્પાબેન માંગરોળીયા, જયોત્સનાબેન પાંભર, આરતીબેન દોશી, અલ્કાબેન બોરડીયા, હેમાબેન મોદી, જયશ્રીબેન મોદી, હિરેન જોશી, જયેશ તન્ના, કમલેશ વોરા, પોપટભાઇ પટેલ, જયેશ સેજપાલ, સુબોધ પાંચાણી, ચંપક સિધ્ધપુરા, વિપુલ રાઠોડ, હરેશ ચોૈહાણ, નરેન્દ્રસિંહ ચોૈહાણ, અરૂણ નિર્મળ, નયન ગંદા, રાજુભાઇ મહેતા (બાલક), વિપુલ પરમાર, ચેતન વ્યાસ, હિતેષ બગડાઇ, દોલતભાઇ બધેસા, મનોજભાઇ ગજજર, જતીન કોઠારી, ભાવિક શાહ, મેહુલ શાહ, સુશીલભાઇ ગોડા, પ્રમોદભાઇ વેકરીયા સહિતના કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તા. ૯/૬ ના રોજ યોજાનાર મીટીંગમાં તમામ કાર્યકર્તાઓને હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(4:12 pm IST)