Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

એડવોકેટ ધર્મેશ લાડવાની પ્રથમ પુણ્‍યતિથિ પરિવાર અને મિત્રો દ્વારા રકતદાન કેમ્‍પનું આયોજન

રકતદાન કરવા અપીલ કરતા હેમંત ભટ્ટ, અંબરીશભાઇ ટાંક સહીતના અગ્રણીઓ

 

રાજકોટઃ જાણીતા ધારાશાષાી ધર્મેશભાઇ લાડવાની આવતીકાલે પ્રથમ વાર્ષિક પુણ્‍યતીથી છે. પરિવાર અને મિત્રો દ્વારા રકતદાન કેમ્‍પ યોજાયો છે. પ્રસ્‍તૃત તસ્‍વીર રકતદાન કરવા અપીલ કરતા એડવોકેટ હેમંત ભટ્ટ, દિવ્‍યેશ કલોલા, ઇશાન ભટ્ટ, અંબરીશ ટાંક નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૭: લબ્‍ધ પ્રતિષ્‍ઠીત હર હંમેશ આફતગ્રસ્‍ત  લોકોને મદદ કરવા તત્‍પર રહેતા સ્‍વભાવે મિલનસાર સિનીયર એડવોકેટ ધર્મેશભાઇ બી.લાડવાનું ગયા વર્ષે કોરોનાની બીજી ઘાતક લહેરમાં સંક્રમીત થઇ જતા અવસાન થયેલું. તેમના ધર્મપત્‍ની હેતલબેન અને પુત્ર  કર્તવ્‍ય લાડવા એ ધર્મેશભાઇની સ્‍મૃતિમાં સમાજ સેવા કરવાનો એક સદસંકલ્‍પ કરેલો એ નિમિતે રાજકોટના તેમના વકીલ મિત્રોના ગૃપે જરૂરતમંદ ગરીબ દર્દીઓને સિવિલ હોસ્‍પીટલમાંથી વિના મુલ્‍યે રકત મળી રહે એ હેતુ માટે તા.૮-પ-૨૦૨૨ને રવિવારના રોજ ં રૈયા રોડ પર આવેલ ન્‍યુ એરા સ્‍કુલમાં રકતદાન શિબિર (બ્‍લડ ડોનેશન કેમ્‍પ) સવારે  ૯ વાગ્‍યાથી બપોર ૧ વાગ્‍યા દરમિયાન યોજવામાં આવલ છે.

 યુવામિત્રોને જાહેર અપીલ છે કે આ રકતદાન શિબિરમાં રકતદાન કરવા જરૂરથી આગળ આવો. સમાજ સેવાના ઉમદા ઉદ્રેશ્‍ય માટે ન્‍યુ એરા સ્‍કુલના નિયામક અજયભાઇ પટેલ પોતાની સ્‍કુલના એસી વર્ગખંડો તમજ અન્‍ય સુવિધાઓ નિઃશુલ્‍ક  ઉપલબ્‍ધ કરી આપેલ છે. રકતદાન શિબિરના સમગ્ર આયોજનને સફળ બનાવવા સિનીયર એડવોકટ હેમંતભાઇ ભટ્ટ, એડવોકટ દિવ્‍યેશભાઇ કલોલા, એડવોકેટ મેહુલભાઇ ઝાપડા અન મનીષભાઇ અને અંબરીષભાઇ  ટાંક જહેમત ઉઠાવી રહયા છે.

ધર્મશભાઇ લાડવા ગુજરાતના રાષ્‍ટ્રપતિ સન્‍માનીત વરિષ્‍ઠ કલાકાર અને  પ્રાધ્‍યાપક ભુપતભાઇ લાડવાના સુપુત્ર છે.

લોકલાડીલા અને અગ્રણી વકીલ શ્રી સ્‍વ.ધર્મેશ બી.લાડવાની પ્રથમ પુણ્‍યતીથી નિમીતે પરીવાર તથા મિત્રો એ ગરીબ દર્દીઓ તથા જરૂરીયાતમંદને લોહી મળી રહે તેવા શુભ આશયથી તા.૮-પ-ર૦રરને રવિવારના રોજ ન્‍યુ એરા સ્‍કુલ, પેસફીક હાઇટસની બાજુમાં રૈયા રોડ રાજકોટ ખાતે સવારે ૯ થી ૧ વાગ્‍યા સુધી એક બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરેલ છે.

આથી તમામ જાહેર જનતાને આ બ્‍લડ ડોનેશન કેમ્‍પ આવવા તથા જે કોઇ વ્‍યકિત બ્‍લડ આપવા સક્ષમ છે તેમને બ્‍લડ ડોનેટ કરવા અપીલ કરવામાં આવેલ છે. આ બ્‍લડ કેમ્‍પને સફળ બનાવવા એડવોકેટ હેમંત ભટ્ટ, દિવયેશ કલોલા, મેહુલ ઝાપડા, અંબરીષ ટાંક તથા ઇશાન ભટ્ટ જહેમત ઉઠાવી રહયા છે.

(3:30 pm IST)