Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ફોસ્ટેટીક ખાતરોની કિંમતોમાં ઝીંકાયેલ ભાવ વધારો પાછો ખેંચો : ચેતન રામાણી

રાજકોટ તા. ૭ : એક તરફ વિશ્વ આખુ કોવિડ-૧૯ મહામારીનો સામનો કરી રહ્યુ છે. તેવા સમયે ખેતી માટે પાયના ગણાતા ફોસ્ટેટીક ખાતરની કિંમતોમાં ઝીંકી દેવાયેલ ૫૮% નો કમ્મરતોડ ભાવ વધારો કોઇકાળે સહી શકાય તેમ ન હોય પાછો ખેંચી લેવા પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણીએ મુખ્યમંત્રી અને રસાયણ ખાતર વિભાગના મંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે મહામારીના સમયે પણ લોકોને અનાજ પુરૂ પાડવાનું ખામ ખેડુતોએ ખંતપૂર્વક કર્યુ છે હવે જયારે ચોમાસુ માથે આવી રહ્યુ છે તેવા વાવણીના સમયે ખાતરની સાચી જરૂરીયાતના સમયે જ તેમા અસહ્ય ભાવ વધારો ઝીંકી દેવાયો.

ઇફકો, ક્રિભકો, જીએસએફસી, બિરલા બલવાન, આઇપીએલ, હિન્દકો, ટાટા સહીતની કંપનીઓ ખાતરનું ઉત્પાદન કરે છે. સરકારી, સહકારી અને ખાનગી ક્ષેત્રની  આ કંપનીઓ દ્વારા તા. ૧ મે ૨૦૨૧ થી અમલમાં આવે તે રીતે પ્રતિ થેલી ઠીઠ પી.કે. ગ્રેડ- ર ના રૂ.૧૯૦૦, એન.પી.કે ગ્રેડ-૧ ના રૂ.૭૭૫, એન.પી.એસ. ના રૂ.૧૩૫૦ એકો સલ્ફેડના રૂ.૭૩૫ કરી નખાયા છે. અત્યાર સુધીનો આ સૌથી ઉંચો ભાવ વધારો માનવામાં આવી રહ્યો છે.

ત્યારે ત્વરીત અસરથી આભાવ વધારો પાછો ખેંચવા પત્રના અંતમાં ચેતન રામાણીએ માંગણી ઉઠાવી છે.

(11:53 am IST)