Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

જુનમાં રઘુવંશી પરીચય મેળોઃ જય વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા આયોજન

દીકરીઓને ફ્રી એન્ટ્રીઃ ૫૦૦ જેટલા ઉમેદવારો ભાગ લેશે

રાજકોટ,તા.૭: સુરેન્દ્રનગર, રાજકોટ અને ગોંડલ પરિચય મેળાની સફળતા બાદ જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર, સુરેન્દ્રનગર દ્વારા રાજકોટમાં તા.૨ જુનના રવિવારના રોજ રાજકોટમાં ત્રીજા અને કેન્દ્રનો પાંચમા પરિચય મેળાનું આયોજન શ્રી કેશરિયા લોહાણા મહાજનવાડી (એ.સી.હોલ) કે.કે.વી.ચોક પાસે, સેમસંગ પ્લાઝાવાળી શેરી, કાલાવડ રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ પરિચય મેળાને સફળ બનાવવામાં સૌરાષ્ટ્ર- ગુજરાત અને મુંબઈની રઘુવંશી સંસ્થાઓ, મહાજનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ પરિચય મેળામાં આશરે ૨૦૦ ઉપરાંત એન્ટ્રીઓ આવી ચુકેલ ૫૦૦ જેટલા ફોર્મ ભરાશે. આ પરિચય મેળામાં દિકરીઓની ફી નિઃશુલ્ક રાખવામાં આવેલ છે અને ફોર્મ તા.૨૦ સુધી લેવામાં આવશે.

આ લગ્નવિષયક સમારોહમાં ભાગ લેવા ઈચ્છતા વડીલોએ વિશેષ માહિતી માટે જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્રના સંચાલક નરેન્દ્રભાઈ પુજારા- મો.૯૯૭૯૨ ૧૯૦૪૮ તથા સુનીતાબેન પુજારા- મો.૯૫૧૨૪ ૪૨૯૮૮ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. આ પરિચય મેળામાં લગ્નવિષયક ડીરેકટરી બહાર પાડવામાં આવનાર છે.

તસ્વીરમાં નરેન્દ્રભાઈ પૂજારા, હરેશભાઈ કોટક, કિરીટભાઈ કેશરીયા, ભુપેન્દ્રભાઈ ઉનડકટ, અમરશીભાઈ રૂઘાણી, નરેન્દ્રભાઈ તન્ના, જયંતભાઈ બુધ્ધદેવ, કમલભાઈ ભાયાણી, રાજુભાઈ સેજપાલ, હેમતભાઈ વસાણી, પિયુષભાઈ તન્ના અને જયદેવભાઈ રૂપારેલીયા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:31 pm IST)