Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

મંગળા રોડ ઉપર સીટ કવરની દુકાન સળગાવવા અંગે આરોપીનો છુટકારો

રાજકોટ તા. ૭ : સીસીટીવી કુટેજના આધારે યાદવ બ્રધર્સ (સીટ કવર)ની મંગળા રોડ વાળી દુકાન સળગાવવાના ગુન્હામાં પકડાયેલ આરોપી ભાવેશભાઇ બીજલભાઇ ઝરીયાને એડી.સેશન્સ જજ શ્રી એચ.એ.બ્રહ્મભટ્ટે ચુકાદો આપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે, આજથી આશરે દોઢ વર્ષ અગાઉ રાજકોટનાં મંગળા રોડ ઉપર આવેલ યાદવ બ્રધર્સ નામની દુકાનના શટર પાસે એવી રીતે  આગ લગાડેલ કે જેનાથી ફરીયાદીની દુકાનમાં રહેલ પાંચ સીટ, હેન્ડ ડ્રીલ મશીન મળી કુલ રૂ.૧૩૦૦૦ નો માલ સળગાવી, નુકશાન કરવાનાં ગુન્હામં આરોપીઓની સીસીટીવી કુટેજની સીડીના આધારે ધરપકડ કરવામાં આવેલ જેમાં આરોપી ભાવેશભાઇ બીજલભાઇ ઝરીયાએ પોતાનાં બચાવ માટે સરકાર તરફથી વકીલ રોકવાની માંગણી કરતા રાજકોટના સેશન્સ કોર્ટે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી રાજેશ બી.ચાવડાને આ કેસમાં આરોપીનાં બચાવમાં લીગલ એઇડમાં વકીલ તરીકે નીમણુંક કરેલ.

ત્યારબાદ આ કેસમાં સાહેદોની જુબાની લેવામાં આવેલ અને સાહેદોની ઉલટ તપાસમાં મહત્વની હકીકતો કોર્ટ સમક્ષ લાવેલ અને દલીલોને ધ્યાને લઇ આરોપી ભાવેશભાઇ બીજલભાઇ ઝરીયાને આઇ.પી.સી.કલમ ૪૩૬ મુજબના ગુન્હાના કામે આરોપી છેલ્લા દોઢ વર્ષથી જેલમાં હોય તેને પુરાવાનાં અભાવે નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં આરોપીને સરકાર તરફથી લીગલ એઇડ એડવોકેટ તરીકે ધારાશાસ્ત્રી રાજેશ બી.ચાવડાની નીમણુંક કરવામાં આવેલ હતી અને તેમની સાથે મદદમાં જયોતી શુકલ કે.બી.ચાવડા, જીજ્ઞેશ યાદવ, ધારા મકવાણા, સોના જીવરાજાની, સ્વાતી પટેલ, નયના મઢવી, હેમા સોલંકી વીગેરે રોકાયેલ હતા.

(3:25 pm IST)