Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ડોકટર પતિએ પત્ની પાસેથી બાળકની કસ્ટડી મેળવવા કરેલ અરજી નામંજુર

રાજકોટ, તા., ૭: રાજકોટના જાણીતા ડોકટર પતિએ કરેલ બાળકની કસ્ટડી મેળવવાની અરજી નામંજુર કરી રૂ. પ૦૦૦નો દંડ ફટકારતી ફેમીલી કોર્ટે હુકમ કર્યો હતો.

કેસની ટુંક વિગત એવી છે કે અત્રે રાજકોટ મુકામે રહેતા ડો.તુષાર હેમંતભાઇ નીમ્બાર્ક (પતિ)એ હિન્દુ મેરેજ એકટની કલમ ૧૩(એ) વીગેરે મુજબ છુટાછેડા મેળવવા લોધીકા રહેતા તેમના પત્ની રીંકલબેન તુષારભાઇ નીમ્બાર્ક વિરૂધ્ધ રાજકોટ ફેમીલી કોર્ટ સમક્ષ કરેલ હતી.

ત્યાર બાદ છુટાછેડાની અરજીનો વીગતવાર જવાબ રજુ કરેલ હતો. સદર કેસમાં બાળકની કસ્ટડી મેળવવા વીકલ્પે સગીર સંતાનને મળવા વીઝીટેશન રાઇટ આપવા માટે અરજી કરેલ હતી તેમજ તેમની પત્નીએ હિંન્દુ મેરેજ એકટની કલમ ર૪,ર૬અન્વયે વચગાળાનું ભરણપોષણ તેમના લીટીગેશન એકસપેન્સ મેળવવા અરજી કરેલ.

ફેમીલી કોર્ટએ અરજદાર પતિની સગીર બાળકની કસ્ટડી મેળવવાની અરજી નામંજુર કરેલ તેમજ ડોકટર પતીને ખોટી અરજી કરવા બદલ રૂ. પ૦૦૦નો દંડ કરેલ જે રકમ એક વીમાં નામદાર કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કરેલ હતો.તેમજ સામાવાળા પત્નીની વચગાળાની ભરણપોષણ તેમજ લીટીગેશન એકસપેન્સના રૂ. ૧૦,૦૦૦ તેમજ ટ્રાન્સપોર્ટ એકસપેન્સ રૂ. પ૦૦૦ આમ કુલ રૂ. ૧પ,૦૦૦ ચુકવવા તેનો હુકમ ડોકટર પતિ વિરૂધ્ધ ફરમાવેલ હતો.

આ કેસમાં સામાવાળા પત્ની રીંકલબેન નીમ્બાર્ક તરફે પી એન્ડ લો ચેમ્બરના વિદ્વાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, વંદના એચ. રાજયગુરૂ, અમીન વી. ગડારા, કેતન જે. સાવલીયા, ભાર્ગવ જે. પંડયા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા, મોહીત રવીયા રોકાયેલ હતા

(3:25 pm IST)