Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ચેક રીટર્નના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ

રાજકોટ,તા.૭: વાંકાનેર તાલુકાના મહીકા ગામના રહીશ ફરીયાદી બાદી ગુલામકાસીમ અલીભાઈનાએ પોતાના ગેલેકસી પેટ્રોલીયમમાંથી આરોપી વકાલીયા મહમદ હનીફભાઈ ઈસ્માઈલભાઈ રહે.ખીજડીયા વાળાએ પોતાના ટ્રકમાં ડીઝલ ભરાવવા અવાર નવાર આવતા હતા અને આરોપીએ ફરીયાદી બાદી ગુલામકાસીમ અલીભાઈને રૂ.૧,૧૩,૬૦૩ ડીઝલ ખરીદીના ચુકવવા માટે તેની બેન્કનો ચેક ફરીયાદીને આપેલ અને તે ચેક બેન્કમા વટાવવા નાંખતા અપુરતા ભંડોળના કારણે ચેક પરત ફરેલ હતો અને ત્યારબાદ ફરીયાદીએ વકાલીયા મહમદ હનીફભાઈ ઈસ્માઈલભાઈ રહે.ખીજડીયાવાળા સામે વાંકાનેરની કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ- ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી.

આમ બનાવની પ્રાપ્ત હકીકત અનુસાર ફરીયાદી બાદી ગુલામકાસીમ અલીભાઈએ રૂ.૧,૧૩,૬૦૩ ડીઝલ વેચાણના બાકી લેણા છે તેવી હકીકત દર્શાવી મેળવેલ ચેક ફરીયાદએ તેની બેન્કમા જમા કરાવતા આરોપીના ખાતામા અપુરતુ ભંડોળ હોય જેથી ફરીયાદીએ વાંકાનેરના મહે.જયુ.મેજી.(ફ.ક.) સાહેબની કોર્ટમા નેગો.એકટ મુજબ ફરીયાદ દાખલ કરતા ફરીયાદી ફરીયાદ મુજબની હકીકત કોર્ટમાં દસ્તાવેજી પુરાવાથી પુરવાર કરી શકેલ નહી જેથી વાંકાનેરની અદાલતના જજશ્રી એમ.સી.પટેલનાએ કેસના પુરાવાઓ તથા બન્ને પક્ષની દલીલો ધ્યાને લઈ આરોપી વકાલીયા મહમદ હનીફભાઈ ઈસ્માઈલભાઈના વકીલશ્રી પરાસરાની રજુઆતો ધ્યાને લઈ આરોપીને નેગો.એકટ કલમ ૧૩૮ના ગુન્હામાંથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આમ આરોપીને તેની સામે મુકવામાં આવેલ ખોટા આરોપો તથા ખોટા વ્યવહારના આધારે ફરીયાદીએ જે કેસ કરેલ હતો તેમાથી આબાદ બચાવ થયેલ છે

(3:25 pm IST)