Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ભૂદેવ સેવા સમિતી દ્વારા પરશુરામ 'ચેતના યાત્રા'

રાજકોટઃ અખાત્રીજના બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રવિવારે પંચનાથ મહાદેવ મંદિરથી 'પરશુરામ ચેતના યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કુટર રેલીમાં બ્રહ્મસમાજના યુવાનો તથા યુવતીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજીત 'શ્રી પરશુરામ ચેતના યાત્રા'માં પ્રદેશ ભાજપ અગ્રણી અને બ્રહ્મસમાજ યુવાઓના માર્ગદર્શક નીતીનભાઇ ભારદ્વાજ મેયર બીનાબેન આચાર્યે ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ યાત્રામાં સવિશેષ ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેને ધનસુખભાઇ ભંડેરી, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, ડે.મેયર અશ્વીનભાઇ મોલીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વિક્રમભાઇ પુજારા, વિરેન્દ્રસિંહ ઝાલા, સતર તાલુકા બ્રહ્મસમાજ તેમજ ગુજરાતી શ્રીગોળ માળવીય બ્રહ્મસમાજ, જંકશન પ્લોટ બ્રહ્મસમાજના અગ્રણીઓ તથા મનિષભાઇ ભટ્ટ, પંકજભાઇ રાવલ, હડીયાળા ચોવીસી બ્રહ્મસમાજ, કોઠારીયા રોડ બ્રહ્મસમાજ, ઉપસ્થિત રહ્યા હતા. પરશુરામ ચેતના યાત્રામાં ભગવાન પરશુરામનું પ્રતિક 'ફરશી' પંચનાથી મંદિરે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાઅર્ચના કરીને ડોલ્બી ડીઝીટલ ડી.જે.ના મ્યુઝીક સીસ્ટમ સાથે સ્કૂટર યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. બે નવા ( લોન્ચ કરાયા હતા. ૧૫૧ બહેનોએ સાફા બાંધી હાથમાં ભગવાન શ્રી પરશુરામની 'ફરશી' ધારણ કરી ચેતના યાત્રાની આગેવાની (પાયલોટીંગ) કરી હતી. મુખ્ય માર્ગો ઉપર ફરી ૧૫૦ ફૂટ રીંગ રોડ ત્રિમૂર્તિ બાલાજી મંદિરે આ યાત્રા વિરામ પામી હતી. આ સમગ્ર પરશુરામ ચેતનાયાત્રાને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેમજ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ મહિલા પાંખના નેહલબેન ત્રિવેદી, દર્શનાબેન પંડીત, જાનકીબેન રાવલ, રક્ષાબેન જોષી, પુનમબેન પંડયા, રીધ્ધીબેન વ્યાસ, રક્ષાબેન ત્રિવેદી, પલ્લવીબેન વ્યાસ, કીર્તીબેન દવે, અમીબેન ભટ્ટ, હનીબેન ભટ્ટ, ભાર્ગવીબેન ભટ્ટ, જાનકીબેન રાવલ, દર્પણાબેન પંડીત, કલ્પનાબેન લખલાણી, મીનાક્ષીબેન જોષી, રીચાબેન જોષી, માનશીબેન રાવલ, શ્રેયાબેન ભટ્ટ તથા યુવા પાંખના નિરજ ભટ્ટ, માનવ વ્યાસ, યજ્ઞેશ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, વિમલ અધ્યારૂ, સંદીપ ભટ્ટ, દિલીપ જાની, સુનિલ જોષી, મનન ત્રિવેદી, રાજન ત્રિવેદી, પુજન પંડયા, કૃણાલ દવે, પૂર્વેશ ભટ્ટ, જય પુરોહીત, શુભમ જાની, કૃણાલ શીલુ, અશોક ઉપાધ્યાય, અર્જુન શુકલા, કપીલ પંડયા, પ્રશાંત ઓઝા, પ્રકાશ ઠાકુર, મયુર વોરા, પરાગ મહેતા,  નિરવ ત્રિવેદી, રાજ દવે, જય ત્રિવેદી, વિજય મહેતા, જય જોષી, પિયુષ ઠાકર, અશોક મહેતા, નિલાંગ મહેતા, પ્રશાંત વ્યાસ, હિરેન શુકલ, જીતેન શુકલ, વિશાલ ઠાકર, ચિરાગ ઠાકર, પરેશ રાવલ, ચેતન જાની હર્ષદ રાવલ, જગદીશ રાવલ, સુનીલ ભટ્ટ, ગીરીશ જોષી, રમેશ ઠાકર, અંકિત જોષી, યોગેશ શુકલ, નિલેશ ભટ્ટ, હર્ષદ વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:24 pm IST)