Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ સી.એમ. પોૈષદ્યશાળા દ્વારા નિઃશુલ્ક છાશ કેન્દ્ર શરૂ

 રાજકોટ :  ઉનાળાના દિવસોમાં અમૃતસમી છાશ વિતરણના કાર્યક્રમ રોજ સવારે સી.એમ.પોૈષદ્યશાળાના આંગણેથી વહેલી સવારે રાખવામાં આવેલ છે.અખાત્રીજના પવિત્ર દિવસે શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-સી.એમ. પોૈષદ્યશાળાનાં આંગણે અખંડ સેવાભાવી પૂ. ભદ્રાબાઇ મહાસતીજી આદી ઠાણા તેમજ પૂ. જય-વિજય પરિવારના સાધ્વીરત્ના  પૂ. સાધનાબાઇ મહાસતીજીએ માંગલીક પ્રવચન  સાથે લાભાર્થીને આશિર્વાદ આપેલ હતા. દરરોજ સવારે ૬.૩૦ કલાકે લાભાર્થીઓ છાશ વિતરણનો લાભ લઇ રહ્યા છે. સંઘપ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ તથા  જગદીપભાઇ દોશીના વરદ હસ્તે છાશ વિતરણનો પ્રારંભ કરવામાં આવેલ. જે લાભાર્થીઓએ પોતાનુંકાર્ડ હજી સુધી મેળવેલ નથી તે શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-સી.એમ. પોૈષધશાળા-ઓમાનવાળા ઉપાશ્રય, ૩/૮ રોયલપાર્ક, કાલાવડ રોડ ખાતેથી મેળવી લેવાના રહેશે.શ્રી સંઘમાં રોજ વ્યાખ્યાન - વાંચણી તથા શિબીર વિગેરેનું રાબેતા મુજબના અનુષ્ઠાનો ચાલી રહ્યા છે. આજુબાજુના વિસ્તારમાંથી જરૂરિયાતવાળા ભાઇ-બહેનોને છાશ કેન્દ્રમાં લાભ લેવા સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠે અનુરોધ કરેલ છે.

(2:41 pm IST)