Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

એલ.બી.એસની ૪૦ અનાથ બાળાઓને શૈક્ષણિક કીટ અર્પણ

રાજકોટઃ ઓમ શ્રી મહાકાલેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં છેલ્લા ૧૫ વર્ષથી રોજ રાત્રે આશરે ૩૦૦ જરૂરિયાતમંદો ભોજન પ્રસાદ લે છે તથા જી.ટી.શેઠ ઓર્થોપેડિક હોસ્પિલટમાં રોજ ૪૦ જેવા ટિફિન પહોંચાડવામાં આવે છે.

ટ્રસ્ટના એક હેતુ મુજબ શૈક્ષણિક હેતુ માટે સહાય કરવા શ્રી લાલ બહાદુર કન્યા શાળા (ગ્રાન્ટેટ)માં અભ્યાસ કરતી ધો.૯ થી ૧૨ની ૪૦ અનાથ બાળાઓને યુનિફોર્મનું કાપડ, સ્કૂલ બેગ, બૂટ, મોજા, વોટર બેગ, લંચ બોક્ષ, લખવા માટે કોરા ચોપડાની કિટ તૈયાર કરીને આપવામાં આવેલ છે. આ કાર્ય માટે ટ્રસ્ટના પ્રમુખ વિરેન્દ્રભાઈ શાહ, ભૂષણભાઈ બુંદેલા, વિપુલભાઈ કક્કડ, ગિરીશભાઈ સંઘવી સર્વે ટ્રસ્ટી, ધર્મેશભાઈ, હિરેનભાઈ, ઈષિતભાઈ, મોહિતભાઈ, અક્ષયભાઈ, કલ્પેશભાઈ, દિપકભાઈ મહાકાલેશ્વર યુવક મંડળ ટીમે જહેમત ઉઠાવી હતી.અન્નક્ષેત્ર, ટિફીન સેવા, ગૌસેવા અને શૈક્ષણિક હેતુ માટે સહાય કરતુ આ ટ્રસ્ટ ભવિષ્યમાં બિમાર દર્દીઓને મેડીકલ સહાય કરવાનો નિર્ધાર કરેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(2:41 pm IST)