Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

આર્ય સંસ્કૃતિના વિચારો અંગે યોજાયો સેમીનાર

રાજકોટઃ મહાપુરૂષો નિર્મિત આપણી અતિ પ્રાચીન ધર્મપ્રધાન ન્યાયી રાજવ્યવસ્થા કેમ છીનવાઇ ગઇ? તેના ગર્ભિત કારણો તથા ગહન રહસ્ય જાણવા માટે આર્યસંસ્કૃતિના હિમાયતી સુમનભાઇ કામદારના નેજા હેઠળ માર્ગદર્શક સેમીનાર યોજાયો હતો. રાજકોટના આર્ષદ્રષ્ટા પંડિત પ્રભુદાસભાઇ બેચરદાસ પારેખે ૯૦ વર્ષ પૂર્વે ભારત વિષેની જયોતિષીની દ્રષ્ટિએ નહિ પણ ઊંડા ચિંતન દ્વારા આગાહી કર ીહતી અને તેમના શબ્દો આજે સત્ય ઠરી રહ્યાં છે. પંડિત પ્રભુદાસભાઇ પારેખના વિચારોને મુંબઇનાં અરવિંદભાઇ પારેખ (વિનિયોગ પરિવાર) તથા રાજકોટમાં સુમનભાઇ કામદાર લોકો સમક્ષ મૂકી રહ્યાં છે. અરવિંદભાઇ મણિયાર હોલમાં યોજાયેલ સેમીનારમાં સુમનભાઇ કામદારે એક કલાક સુધી સતત ભારતના આજના ચિત્રને રજૂ કર્યું હતું. અંગ્રેજોની ચાલમાં નેતાઓ ફસાયા અને આજે વિકાસના નામે આર્ય સંસ્કૃતિનો વિનાશ થઇ રહ્યો છે તે અંગે જોરદાર રજૂઆત કરી હતી. કાર્યક્રમના આરંભે વિમલ ધામીએ સેમીનારની પૂર્વ ભૂમિકા બાંધી હતી પૂ.પં. પ્રભુદાસભાઇનાં વયોવૃદ્ધ સુપુત્ર વસંતભાઇ અને અન્ય કુટુંબીજનો મહેન્દ્રભાઇ વગેરે પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

(2:40 pm IST)