Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

'પિતાજી પાસેથી ટીવી, ફ્રીઝ અને રોકડ લઇ આવ' કહી સતાધાર પાર્કની રીમા શીયાળને ત્રાસ

પતિ રવી, સાસુ ભાનુબેન, સસરા સુખાભાઇ અને માસીજી સાસુ જયા સામે ગુનો

રાજકોટ તા. ૭ :.. દોઢસો ફુટ રોડ સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ સતાધાર પાર્કમાં રહેતી આહીર પરીણિતાને માવતરેથી ટીવી, ફ્રીઝ અને રોકડ રકમ લઇ આવવા બાબતે પતિ, સહિતના સાસરીયા ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ કનૈયા ચોક પાસે શીવપરા શેરી નં. ૪ માં માવતર ધરાવતી રીમાના બે વર્ષ પહેલા દોઢસો ફુટ રોડ પર સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ સતાધાર પાર્ક શેરી નં. પ માં રહેતો રવી સુખાભાઇ શીયાળ સાથે લગ્ન થયા હતાં. લગ્નના એક વર્ષ બાદ પતિ રવી શીયાળ, સાસુ ભાનુબેન, સસરા સુખાભાઇ તથા ગોવિંદનગર શેરી નં. પ માં રહેતા માસીજી સાસુ જયા ઘરકામ બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતા હતાં. તેમજ પતિ, સાસુ અને સસરા અને  માસીજી સાસુ રીમાને માવતરેથી ટીવી, ફ્રીઝ અને રોકડ રૂપિયા લઇ આવવા બાબતે અવાર નવાર શારીરિક માનસીક ત્રાસ આપતા તેણે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. હિતેન્દ્રભાઇ ગઢવીએ તપાસ હાથ ધરી છે.

(2:38 pm IST)