Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ઘરખર્ચના પૈસા માંગતા વસુબેનને પતિ-સાસુ અને સસરાએ માર માર્યો

આજીડેમ ચોકડી પાસેના રામપાર્કમાં બનાવ

રાજકોટ તા. ૭: આજીડેમ ચોકડી પાસે રામપાર્ક-૧માં રહેતાં વસુબેન રાજૂભાઇ ખાચર (ઉ.૩૦) નામના કાઠી મહિલાને તેના પતિ રાજુ, સસરા વિકુભાઇ ગીગાભાઇ અને સાસુ રંગુબેને ઢીકા-પાટુનો માર મારતાં     સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. વસુબેનના કહેવા મુજબ તેના લગ્ન બાર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. માવતર થાન રહે છે. પતિ ઘર ખર્ચના પૈસા આપતો નથી અને અવાર-નવાર તેના મા-બાપની ચઢામણીથી ઘરમાંથી કાઢી મુકે છે. ગઇકાલે દૂધ-છાશ લેવા પૈસા માંગતા ન આપતાં ઝઘડો થતાં પતિ, સાસુ અને સસરા ત્રણેયએ મળી મારકુટ કરી હતી.

(2:38 pm IST)